રાજસ્થાનમાં આવેલા આ ચમત્કારી મંદિરમાં લાખો લીટર પાણી ભરવા છતાં માટલું ખાલી જ રહે છે- જાણો તેનું રહસ્ય

125
Published on: 4:22 pm, Thu, 3 February 22

ભારત એક ધર્મની ભૂમિ છે. આ મંદિરની ખાસ વાત એ છે કે, માતાની પ્રતિમા સાથે એક માટલું છે જે અડધો ફૂટ ઉંડુ અને અડધો ફૂટ જમીનમાં દટાયેલું છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં શીતલા માતાનું મંદિર આવેલું છે. આ મંદિર ખૂબ જ જૂનું છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ માટલામાં ગમે તેટલું પાણી નાંખો પણ તે ખાલી જ રહે છે. લોકોનું કહેવું છે કે, આ માટલાની અંદર લગભગ 50 લાખ લીટર પાણી નંખાઈ ચુકેલું છે પણ આ માટલું ખાલી જ છે. શીતળા આઠમ અને જ્યેષ્ઠ માસની પૂનમની તિથિ પર, આમ વર્ષમાં 2 વખત જ આ માટલાનું મોઢું ખોલવામાં આવે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, લગભગ 800 વર્ષ પહેલા બાબરા નામના રાક્ષસનો આ ગામમાં આતંક હતો. ત્યારે બધાએ મળીને માતા શીતળાનું ધ્યાન કર્યું અને માતા ભક્તોની પોકાર સાંભળીને પ્રકટ થયા હતા અને દુષ્ટનું સંહાર કર્યું હતું. રાક્ષસે માતા સામે પોતાની અંતિમ ઇચ્છા રાખી હતી કે, તેની આત્માની શાંતિ માટે પાણી પિવડાવવામાં આવે.

અહીં ભક્તોનો ઘસારો જોવા મળે છે. લોકો અહીં માટલામાં પાણી ભરવા માટે આવે છે. અહીં મેળાનુ પણ આયોજન કરવામાં આવે છે. ઘણા બધા લોકો આ ચમત્કારને જોવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર ખૂબ જ જૂનું છે,

અને આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે. માતાએ તથાસ્તુ કહી તેની ઇચ્છા પૂર્ણ કરી હતી. ત્યારથી જ માટલાની સ્થાપના કરી વર્ષમાં બે વાર પાણી ભરવાની પરંપરા ચાલી રહી છે. કહેવામાં આવે છે કે, સેકડો વાર પાણી ભરવા છતાં પણ માટલું ખાલી જ રહે છે. પણ દરેક વખત પાણી નાંખ્યાં પછી ત્યાંના મહંત એક ક્ળશ દૂધ તેમાં નાંખે છે. જે પછી તે તરત જ ભરાઈ જાય છે. ત્યારપછી માટલાને પેક કરી દેવામાં આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…