બરોડા ના એક પુરુષ ભાઈ ની વેદના છે કે, મારી પત્નીનું કહેવું છે કે શંભોગ વખતે સંપૂર્ણ તૃપ્તિ મળતી નથી, કારણ કે મારા લિંગની લંબાઈ અને જાડાઈ નાની છે જેથી ઘર્ષણ ઓછું થાય છે. વળી વીર્યસ્ખલન જલદી થઈ જાય છે.
અમે પતિ-પત્ની બંને એન્જિનીયર્સ છીએ. ઓરલ શેક્સ વિશે મારું અને મારા પતિનું એક અંગ્રેજી મેગેઝિનમાં આવેલા લખાણ તરફ ધ્યાન ગયું. તે અંગેના પ્રશ્નો રજૂ કર્યા છે. તમે ઉત્તર આપો તેવી વિનંતી.
પરિણીત, સુશિક્ષિત યુવતીના પાત્રમાંથી ટૂંકાવીને ઉપર પ્રશ્ન રજૂ કર્યો છે. પ્રશ્નો ઉપર મૂક્યા નથી. પ્રશ્નોના જવાબ અહીં આપું છું. ઓરલ શેક્સનો આનંદ પતિ અને પત્ની પરસ્પર આપી લઈ શકે છે. બંને રોગરહિત હોય તો ઓરલ શેક્સથી કોઈ રોગ થવાનો સંભવ નથી. બંનેએ પોતાના જનનમાર્ગોની પાણીથી શુદ્ધિ કરવા સિવાય બીજી કોઈ ખાસ જંતુનાશક દવાથી શુદ્ધિ કરવાની જરૂર નથી. યુવતીએ પૂછેલા પ્રશ્નનો જવાબ ઘણા વિલંબથી અપાયો છે. તેનું કારણ વાચકો તરફથી નિયમીત મોટી સંખ્યામાં આવતા પત્રો છે. બધાને ક્રમમાં ઉત્તર આપવાનો નિયમ રાખ્યો છે તેથી કોઈને તરત જવાબ આપવાનું શક્ય નથી.
સુરતની યુવતી પૂછે છે કે, ૧૭ વર્ષની છું. મને છેલ્લા દોઢ વરસથી માસિક શરૂ થયું છે. પરંતુ ક્યારે બે-ત્રણ મહિનામાં એક વાર તો ક્યારે એક મહિનામાં બે-ત્રણ વાર માસિક આવે છે. તો ક્યારેક સફેદ રંગનો ડિસ્ચાર્જ પણ થાય છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
શરૂઆતમાં બે-ત્રણ વર્ષ સુધી માસિક અનિયમિત હોય એ સામાન્ય છે. આથી ચિંતા કરવાની જરૂર નથી તેમજ દવાની પણ જરૂર નથી. સફેદ રંગના ડિસ્ચાર્જનો પ્રશ્ન છે તો કોઇ ગાયનેકોલોજીસ્ટને મળીને ઇન્ફેક્શન છે કે નહીં એની તપાસ કરાવો. આ દરમિયાન તમારા માસિકની અનિયમિતતા વિશે પણ તેમની સલાહ લેજો.
જામનગરનો એક યુવક કહે છે કે, હું ૨૫ વર્ષનો છું અને નોકરી કરું છું. મારી જમણી બાજુની છાતી ઘણી વધી ગઇ છે. મેં ઘણી દવાઓ કરી પરંતુ ફાયદો થયો નથી. આ સમસ્યાનું નિરાકરણ સૂઝવવા વિનંતી.
ક્યારેક પુરુષોમાં છાતીના ગ્લેન્ડ વધવાને કારણે આ સમસ્યા ઉત્પન્ન થાય છે. શરીરની અંદર કેટલાક હાર્મોન આ પાછળ જવાબદાર છે. ચિંતા કરવાની જરૂર નથી. કોઇ સ્પેશિયાલિસ્ટની સલાહ લો અને એક નાનકડા ઓપરેશન દ્વારા પણ આ સમસ્યા દૂર થઇ શકે છે.
મુંબઈ નો એક ભાઈ પૂછે છે કે, મારી ઉંમર ૩૬ વર્ષની છે. મારી પત્નીની ઉંમર ૩૨ વર્ષની છે. અમારાં લગ્ન ચાર વર્ષ પહેલાં થયાં છે. અઢી વર્ષનો એક પુત્ર છે. મારી પત્નીનું કહેવું છે કે શંભોગ વખતે સંપૂર્ણ તૃપ્તિ મળતી નથી, કારણ કે મારા લિંગની લંબાઈ અને જાડાઈ નાની છે જેથી ઘર્ષણ ઓછું થાય છે. વળી વીર્યસ્ખલન જલદી થઈ જાય છે. લિંગની લંબાઈ અને જાડાઈ વધારવા શું કરવું જોઈએ? અને જલદી વીર્યસ્ત્રાવ ન થઈ જાય તે માટેનો ઉપાય શો?
આ વિભાગમાં ઘણી વખત સ્પષ્ટતા કરવામાં આવી છે તેમ ઉત્થાન પામેલા લિંગની લંબાઈ ઓછામાં ઓછી બે ઈંચની હોય તો તે પર્યાપ્ત છે. કેમ કે સ્ત્રીના યોનિમાર્ગના આરંભના જ એકતૃતીયાંશ ભાગમાં કુદરતે કામોત્તેજનાનો અનુભવ કરાવનારા જ્ઞાાનતંતુઓ મૂકેલા છે.
ઉત્થાન પામેલા બે ઈંચ જેટલી લંબાઈવાળા પેનિસથી યોનિના આગળના એક તૃતીયાંશ ભાગમાં સ્પર્શ-સંઘર્ષ બરાબર થાય છે. હવે પેનિસની જાડાઈના સંદર્ભમાં વાત કરીએ તો ટચલી આંગળી જેટલી જાડાઈ હોય તો તે પણ પૂરતી ગણાય.
તમારા પતિ-પત્નીના કેસમાં જે મુશ્કેલી જણાય છે તે આ છે. તમારાં પત્ની કામોત્તેજિત થતાં નથી. જોે મૈથુન પૂર્વે સ્ત્રી કામોત્તેજિત થાય તો તેના યોનિમાર્ગની દીવાલોમાં રક્તસંચાર વધતા અને રક્તનો ત્યાં ભરાવો થતાં દીવાલો ફૂલી જાય છે. ફૂલી ગયેલી દીવાલો ટચલી આંગળી જેટલી જાડાઈના પેનિસને પણ ચપોચપ દબાણ આપે છે.
મૈથુન પૂર્વે અને પેનિસના યોનિપ્રવેશ (પેનિટ્રેશન) પૂર્વે સ્ત્રીને પૂર્વરમત (ફોેર પ્લે)થી કામોત્તેજિત કરો. સ્પર્શો-ચુંબનો તથા તરંગવિહાર (ફેન્ટસી) સ્ત્રીને કામોત્તેજિત કરે છે. યોનિદ્વારની બહાર, નાના હોઠ ઉપર પૂરા થાય છે. કિલટોરિસ નામના સ્ત્રીના એક નાના અવયવમાં કુદરતે અધિકમાં અધિક કામસંવેદના કરાવતા જ્ઞાાનતંતુઓ મૂકેલા છે.
આ કિલટોરિસ સાથેની સ્પર્શ-સંઘર્ષ રમતો સ્ત્રીને ઘણી જ કામોત્તેજિત કરે છે. મૈથુન ક્રિયા વિના પણ આ સ્થાનના સ્પર્શ-સંઘર્ષથી સ્ત્રીને કામતૃપ્તિના એક કરતા વધારે અનુભવો થાય છે. આ સ્થાન શોધીને મૈથુન પૂર્વે પૂર્વરમતમાં યોગ્ય સ્પર્શ-સંઘર્ષથી સ્ત્રીને કામોત્તેજિત કરો.