વિસાવદરમાં ફાટ્યું આભ: બાર કલાકમાં ખાબક્યો 17 ઇંચ વરસાદ- ખેતરો બન્યા તળાવ, સેંકડોનું નુકશાન

1878
Published on: 3:48 pm, Tue, 14 September 21

હાલ ગુજરાતના સૌરાષ્ટ્રમાં મેઘો ખુબ જ મહેરબાન થયો છે. જ્યાં જોયે ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે. સૌરાષ્ટ્રના તાત પરેશાન થઈ ગયા છે. ભારે વરસાદના કારણે ખેતરો અને પાક ધોવાય ગયા છે. માત્ર છેલ્લા 12 કલાકમાં જ જિલ્લામાં મેઘરાજાએ એકધારી સટાસટી બોલાવતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વિસાવદરમાં જાણે આભ ફટયું હોય તેમ 12 કલાકમાં 17 ઈંચ વરસાદથી અહીની પોપટડી, મયારી, કલારો નદીઓમાં પુર આવ્યા હતા, તો અહીનો ધ્રાફ્ડ ડેમ ઓવરફ્લો થતા તેના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. તો આંબાજળ સહિતના ડેમોમાં પુષ્કળ પાણીની આવક નોધાઇ હતી.

સોરઠમાં આજે મેઘરાજાએ શ્રીકાર અમીવર્ષા વરસાવતા જે ડેમ, નદી-નાળાના તળિયા દેખાતા હતા તે તમામ નાના-મોટા ડેમ,નદી-નાળા, ઝરણાઓ છલકાઈ ઉઠતા સર્વત્ર ધરતીપુત્રોમાં ખુશીની લ્હેર ફરી વળી છે. સાથે ગિરનાર પર મેઘરાજાએ 18 ઈંચ વરસાદી પાણી વરસાવતા આસપાસના હસ્નાપુર અને વિલિંગડન ડેમ, આણંદપુર ડેમ, દામોદર કુંડ, નરસિંહ સરોવર ઓવરફ્લો કરી દીધા હતા, તો સોનરખ નદી, કાળવો નદીમાં ઘોડાપુર આવ્યા હતા.

જૂનાગઢ શહેરમાં સતત વરસેલા 07 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ફેરવાયા હતા, અહીંના દોલતપરામાંથી છ લોકોનું પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, તો સાબલપુર ચોકડી પાસે અનેક દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓએ હાઇવે પર ડિવાઈડર તોડવાની ફ્રજ પડી હતી. શહેરનો પાણી પ્રશ્ન હાલ પુરતો હલ થયેલ હતો. ગીર-સોમનાથ જિલ્લામાં સર્વત્ર એક થી ચાર ઈંચ જેવો વરસાદ વરસ્યો છે.

વેરાવળ પંથકમાં ગત રવિવાર સાંજના 06 વાગ્યાથી સોમવાર સાંજના 04 વાગ્યા સુધીમાં ઉનામાં 11 એમ.એમ, કોડીનાર-27, ગીરગઢડા-33, તાલાલા-77, વેરાવળ-44 અને સુત્રાપાડામાં 29 એમ.એમ.વરસાદ પડયો છે. ડોળાસા અને આજુબાજુના ગામોમાં ચાર ઈંચ વરસાદ પડયાના અહેવાલો મળી રહ્યા છે. ડોળાસામાં 4 ઈંચ વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લામાં રવિવારે મોડી રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો

અને સૌથી વધુ વડીયામાં 24 કલાકમાં 6 ઈંચ અને બગસરામાં 3 ઈંચથી વધુ અને ધારીમાં 1 ઈંચ વરસાદ પડી ગયો હતો. વરસાદના કારણે ધારીના ખોડિયાર ડેમના 5 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. અમરેલી, લીલીયામા 1 ઈંચ વરસાદ પડયો હતો. અમરેલીના ઠેબી ડેમમા 53 ટકા પાણીની આવક થઈ છે. બગસરાનો મુંજીયાસર ડેમ ઓવરફલો થવાની તૈયારીમા છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…