દ્વારકાનું દાંડી હનુમાન મંદિર કે જ્યાં દર વર્ષે ચોખાના દાણા જેટલી જમીનમાં જાય છે દાદાની મૂર્તિ- જાણો તેનું રહસ્ય

351
Published on: 7:12 pm, Tue, 5 October 21

દુનિયાના અનેક ચમત્કારિક મંદિરોમાંથી આજે અમે તમને દાંડી હનુમાન મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ મંદિર બેટ દ્વારકાથી 5 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે, આ મંદિરમાં હનુમાન દાદા અને તેમના પુત્ર મકરધ્વજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ અદભુત મંદિરના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. આ મંદિર લોકોની આસ્થાનું એક મોટું કેન્દ્ર બની ગયું છે.

માનવામાં આવે છે કે, અહી દર વર્ષે હનુમાન દાદાની મૂર્તિ એક ચોખાના દાણા જેટલી જમીનની અંદર જાય છે અને દર વર્ષે મકરધ્વજની મૂર્તિ ચોખાના દાણા જેટલી જમીનથી બહાર આવે છે. આ ઉપરાંત, અહીંના લોકોનું કહેવું છે કે જયારે મકરધ્વજની મૂર્તિ સંપૂર્ણ જમીનથી બહાર આવી જશે ત્યારે ફરી સતયુગની શરૂઆત થશે.

જણાવી દઈએ કે, અહીં દાંડી હનુમાન દાદાએ હજારો ભક્તોને તેમના પરચા આપ્યા હતા. અહીંના પૂજારીએ એક પ્રતિજ્ઞા લીધી હતી કે, મંદિરમાં ચાલી રહેલા યજ્ઞના પૂર્ણાહુતીના દિવસે 13 કરોડ મંત્રો તેમના ચરણોમાં ચઢાવવા હતા. તેમને આ કામ ખુબ જ અસંભવ લાગતું હતું અને યજ્ઞના દિવસે ૧૫ કરોડ મંત્રો ચઢાવવામાં આવ્યા હતા. આ જોઈને પૂજારીને હનુમાન દાદાનો સાક્ષાત પરચો પૂરો પડ્યો હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…