ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વંટોળો, કરાં અને કમોસમી વરસાદ થવાની શક્યતા, જાણો આંબાલાલ પટેલે કરી આગાહી

209
Published on: 5:39 am, Sat, 27 March 21

કોરોના કહેર વચ્ચે વાતાવરણમાં પણ જોવા મળશે ફેરફાર. આ વર્ષે શિયાળામાં પણ ઠંડી બોવ ખાસ પડી ન હતી. ગુજરાતમાં 38 પછી આ વખતનો શિયાળો ખુબ જ ગરમ રહ્યો હતો. કારણ કે ઉત્તર તરફના પવન આવવામાં ઘણી વખત વિલંબ થતો હતો. આ વખતે શિયાળામાં વરસાદનો ગર્ભ પણ થવામાં નથી.

2021ના માર્ચના આગામી દિવસોમાં હજુ ગલ્ફ તરફનું ધૂળકટ ગુજરાતના વિસ્તારોને પ્રભાવિત કરી શકે તેમ છે, તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. માર્ચ તા.28 થી 31માં ગલ્ફ તરફથી આવતું ધૂળકટ કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં આવી શકે. આ અરસામાં ગુજરાતના ભાગોમાં વાદળો પણ આવે.

વાદળો એપ્રિલની શરૂઆતમાં પણ જોવા મળે. માર્ચના પાછલા દિવસોમાં દરિયામાં હલચલ જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં એપ્રિલની શરૂઆતમાં સામાન્ય ચક્રવાતની અસરો જણાય. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે ગુજરાતમાં પણ તા.3 થી 6 એપ્રિલ વાદળો આવે.

તા.29 થી 31 માર્ચ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને કમોસમી વરસાદની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ એપ્રિલની શરૂઆતમાં પણ આવે. જે ગુજરાતના હવામાનને પ્રભાવિત કરી શકે. એપ્રિલ તા.10થી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની ગતિવિધિ જોવા મળશે. માર્ચ તા.29 થી એપ્રિલની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાદળવાયું રહેવાની સંભાવના રહે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…