ગુજરાત પર અગામી 24 કલાક રહેશે સંકટના વાદળો- રાજયના આ વિસ્તારોમાં આવશે ધોધમાર વરસાદ

692
Published on: 6:09 pm, Wed, 29 September 21

ગુલાબ નામના વાવાઝુડાની વિપરીત અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં ઉપરવાસ પડેલા ભારે વરસાદે જિલ્લાની નદીઓને ગાંડીતૂર બની જવા પામી છે. બીજી બાજુ ગણદેવી શહેરની વેગણિયા ખાડી પર આવેલા લો લેવલ બ્રિજ મૌસમમાં ચાર વખત ગરકાવ થયો છે.

જેને લઈને 250થી વધુ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં ગુલાબ વાવાજોડાને કારણે શાહિન વાવાઝોડું સક્રિય થયું છે. જેની અસરથી અત્યારથી જોવા મળી રહી છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી ગુલાબ વાવાઝોડાને અનુલક્ષીનેજ કરવામાં આવી છે.

જેમા ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે  છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કારણકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર લો પ્રેશર સર્જાયું છે. જેથી ત્યા ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. લો પ્રેશરની સ્થિતીને કારણે 24 કલાકમાં આ સિસ્ટમ ઉત્તર અરબ સાગરને મળશે. જેથી રાજ્યમાં ભારે વરસાદ રહેશે.

પરંતું મહત્વની વાત એ છે કે આ પ્રક્રિયા 48 કલાકમાં વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. જેથી ગુજરાતના માથે હાલ સંકટના વાદળો ફેલાયેલા છે. જોકે ભારે વરસાદ સિવાય ગુજરાત પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી,. પરંતુ પશ્ચિમના દરિયા કિનારે 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે 4 દિવસ સુધી ગુજરાતના દરિયામાં માછીમારોને ન જવા માટે સૂંચના આપવામાં આવી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…