આ મંદિરમાં દંપતી એકસાથે પૂજા કરી શકતા નથી, જો કરે તો થઇ જાઈ છે છુટાછેડા- જાણો રસપ્રદ કારણ…

226
Published on: 10:41 am, Mon, 18 October 21

જો ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે તો તે કઈ ખોટું નથી. ભારતમાં શેરીએ શેરીએ એક મંદિર તો જોવા મળે જ છે. પરંતુ, આમાંના ઘણા મંદિરો તેમની વિશિષ્ટતાને કારણે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત હોય છે. જે લોકો હિન્દુ ધર્મમાં માને છે તેઓ માત્ર દેશમાંથી જ નહીં પણ વિદેશથી પણ આ મંદિરોમાં દર્શન કરવા આવે છે.

એવું માનવામાં આવે છે કે, જો દંપતી સાથે જાય અને મંદિરમાં પૂજા કરે તો તે પરિવારની ખુશી અને શાંતિ માટે સારું છે. જ્યારે કેટલાક સ્થળોએ એવું પણ માનવામાં આવે છે કે, દંપતીનું એક સાથે મંદિર જવું અશુભ છે. ત્યારે આજે અમે તમને આવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં આવી અનોખી માન્યતાનું પાલન કરવામાં આવે છે.

આપણે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે મંદિરમાં દંપતી સાથે પૂજા કરી શકતા નથી. આ મંદિરમાં દંપતીની સાથે પૂજા કરવાની મનાઈ છે. હિમાચલ પ્રદેશના શિમલામાં શ્રી કોટી માતાનું મંદિર છે. શ્રી કોટી માતાનું આ મંદિર શિમલાના રામપુરમાં આવ્યું છે. આ મંદિરની માન્યતા છે કે, અહીં દંપતી એક સાથે પૂજા કરી શકતા નથી.

જો કોઈ દંપતી આવું કરે છે, તો પછી તેમની સાથે કોઈ દુર્ઘટના બને છે. જણાવી દઈએ કે, આ મંદિર હિમાચલમાં શ્રી કોટી માતા મંદિરના નામથી પ્રખ્યાત છે. યુગલો એકસાથે આ મંદિરની મુલાકાત લઈ શકે છે, પરંતુ એક સમયે માત્ર એક જ વ્યક્તિ દર્શન કરી શકે છે. તેઓ અલગ અલગ સમયે માતાના દર્શન કરી શકે છે.

આ મંદિરની માન્યતા છે કે, એકવાર ભગવાન શિવે તેમના બે પુત્રો ગણેશ અને કાર્તિકેયને બ્રહ્માંડની આસપાસ ફરવાનું કહ્યું ત્યારે કાર્તિકેય બ્રહ્માંડની પરિક્રમા કરવા નીકળ્યા અને ગણેશ શિવ-પાર્વતીની પરિક્રમા કરી અને કહ્યું કે આખું બ્રહ્માંડ માતા-પિતાના ચરણોમાં જ સ્થિત હોય છે. આ ઘટનાથી કાર્તિકેય ખૂબ ગુસ્સે થયા હતા અને તેમણે ક્યારેય લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આજે પણ શ્રી કોટી માતા મંદિરના દરવાજા પર તેમની પત્ની સાથે ગણેશજી સ્થાપિત છે. માતા પાર્વતીને કાર્તિકેયજીના લગ્ન ન કરવાના સંકલ્પથી ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે કહ્યું કે, જે કોઈ પણ પતિ-પત્ની અહીં આવે છે, તેઓ એકબીજાથી અલગ થઈ જશે. આ કારણોસર, યુગલો આ મંદિરમાં એકસાથે પૂજા કરી શકતા નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…