જાણો કોરોના વાઈરસને લઈને થયો સન-સનાટી ભર્યો ખુલાસો, મહાભારત યુગ પહેલાથી છે ‘કોરોના’

186
Published on: 5:34 am, Sun, 2 May 21

‘કોરોના વાઈરસ’ આ એક રોગ છે જેને આખી દુનિયામાં તબાહી મચાવી દીધી છે. કોરોના વાયરસનું નામ આમ વર્ષ 2019ના અંતમાં સાંભળ્યું હતું. શરૂઆતમાં તો કોરોના શું છે તેની લોકોને ખાસ જાણકારી નહોતી. માત્ર વુહાનમાં જ આ બિમારી ફેલાઈ હોવાથી લોકો નિશ્ચિંત હતા. આમ તો કોરોના વાયરસનું નામ આ વખતે પહેલીવાર સાંભળવા મળી રહ્યું છે પરંતુ તે ખરેખર તો હજારો વર્ષ જુનો છે. એક રિસર્ચ પ્રમાણે કોરોના વાયરસ લગભગ 25 હજાર વર્ષ પહેલાનો છે.

દુનિયાભરમાં 26 જગ્યા પર બે હજાર કરતા વધુ લોકોને તપાસ બાદ આ માહિતી સામે આવી હતી. આ અભ્યાસ યુનિવર્સિટી ઓફ એરિજોનામાં કરવામાં આવ્યો હતો. આસિસ્ટન્ટ પ્રોફેસર એનાર્ડએ જણાવ્યું હતું કે, વાયરસ હમેશાથી માણસને તેની હેસિયત યાદ અપાવી દીધી છે. પ્રોફેસર એનાર્ડ કહ્યું હતું કે, માણસની જેમ વાયરસ પણ પેઢી દર પેઢી નવા જીનોમની જેમ આગળ વધી રહ્યો છે.

વાતાવરણમાં જીવતો રહી શકે છે. વાયરોલોજીની ભાષામાં મોડા થનારા ફેરફારને ઈવોલ્યુશન અને ટુંકા ગાળામાં થતા ફેરફારને મ્યૂટેશન કહેવામાં આવે છે. પ્રોફેસર એન્નાર્ડનો આ અભ્યાસ બાયોરોક્સિવમાં પ્રગટ થયો છે. સાયન્સ જર્નલમાં છાપવા માટે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. કોરોના કોષો (કોષો) દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. તે તેને હાઇજેક કરે છે. ત્યાર બાદ તે વાયરસ કોષોની અંદર પોતાને તોડી નાખે છે અને એક નવો વાયરસ બનાવે છે.

કોરોના એક સમયે માનવ શરીરના હજાર કરતાં વધુ પ્રોટીનનો સંપર્ક કરે છે. જેમાં જોવા મળ્યું હતું કે, કોરોના જેવા પેથોજેન્સ માનવ DNAમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા જ જનરેશન આગળ વધે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, આ અભ્યાસ માનવો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે, તેનાથી એ વાત અગાઉથી જાણી શકાશે કે, ભવિષ્યમાં કયા પ્રકારનાં વાયરસ આવી શકે છે.

અથવા તો કયા લોકોને તે ચેપ લગાડશે. સાઈન્ટિફિક રિસર્ચમાં કોરોના વાયરસ માનવ બોડીના 420 પ્રકારના પ્રોટિન્સના સંપર્ક કરતા હોય છે. એમાંથી 332 પ્રોટીન્સ કોરોના વાયરસના સીધા સંપર્કમાં આવતા થાય છે.  લોકો પૂર્વ એશિયામાં રહેતા લોકોમાં મળી આવ્યા છે, જે 25 હજાર વર્ષ જુના કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા હતા. તેના પુરાવા હજી પણ તેના શરીરમાં છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…