સુરતનુ ભયંકર સત્ય: કોરોના ના કારણે એક દિવસમાં થઈ રહ્યા છે અધધધ મોત, આંકડો જાણીને તમે

132
Published on: 6:12 am, Thu, 8 April 21

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ માઝા મુકી રહ્યું છે તેની નોંધ ગુજરાત હાઈકોર્ટે પણ લીધી છે. હાઈકોર્ટે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોક ડાઉન કે કરફ્યુનો નિર્દેશ કર્યો છે. સુરતમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને હોસ્પીટલ હાઉસ ફુલ થઈ રહી છે તેથી સુરતીઓમાં ચિંતા છે. તો બીજી તરફ સુરતના સ્માશન ગૃહોમાં મૃતદેહના અંતિમ સસંકાર માટે ત્રણથી પાંચ કલાકનું વેઈટીંગ જોવા મળતં સુરતીઓના જીવ તાળવે ચોંટયા છે. સુરતમાં કોરોનાથી એક દિવસમાં 240થી વધુ લોકોના મૃત્યુ થવાનો આંકડો બહાર આવ્યો છે.

હોસ્પિટલની જેમ સ્મશાનભૂમિમાં પણ ડેડબોડીના અંતિમસંસ્કાર માટે લાઇન લાગી છે. સ્મશાન પણ મડદાઓથી ઊભરાઇ રહ્યાં હોઇ ખાનગી હોસ્પિટલોમાં કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓની ડેડબોડી ઉપાડવામાં બે કલાકનું વેઇટિંગ શરૂ થયું છે. શહેરમાં કોરોનાની સમયસર સારવાર માટે દર્દીઓ ભટકી રહ્યાં છે. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સબ-સલામતની બૂમો વચ્ચે સરકારી તંત્ર શહેરના ચોક્કસ વર્ગનો વિશ્વાસ ગુમાવી ચૂક્યું છે. સુરતમાં રોજ સરેરાશ 240 લોકોના મોત થઈ રહ્યા હોવાના ચોંકાવનારા આંકડાથી હડકંપ મચી ગયો છે.

સુરતીઓ માટે આ ડરામણું ચિત્ર છે, પણ સત્ય છે. અશ્વનીકુમાર સ્મશાનમાં સરેરાશ 112 અગ્નિસંસ્કાર થાય છે. કુરુક્ષેત્રમાં 75 અને ઉમરા સ્મશાન ગૃહમાં 53 કોવિડ અને નોન-કોવિડ મૃતકોનાં અગ્નિસંસ્કાર થાય છે. સ્મશાનગૃહમાં વેઇટિંગ હોવાથી ટોકન શરૂ કરાયા છે. પ્રથમ દિવસે બારડોલીમાં 6 મૃતદેહની અંતિમવિધિ કરાઇ છે. ઘરે સારવાર લેનારા દર્દીઓના મૃત્યુમાં પણ વધારો થયો છે. જેમના અગ્નિસંસ્કાર કોવિડ પ્રોટોકોલ પ્રમાણે થતા નથી.

આવા દર્દીઓના નોન-કોવિડ ગણાતા હોવાથી તેમની સાથે પણ સ્વજનો આવે છે. ગુજરાતમાં કોરોનાના કારણે જબરદસ્ત સ્થિતિ વણસી છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવાં શહેરોની હોસ્પિટલોમાં કોરોનાથી મૃત્યુ પામનારનો મૃતદેહ મેળવવા માટે પણ સ્વજનોને 12 કલાક સુધી રાહ જોવી પડે એવી સ્થિતિ છે. એટલું જ નહીં, ડેડબોડી મળ્યા પછી પણ સ્મશાનમાં અગ્નિદાહ માટે 8થી 10 કલાક વેઇટિંગ કરવું પડે છે. સુરતમાંથી હાલ એક જબરદસ્ત મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી.

સુરત અને રાજકોટમાં મૃત્યુંઆંક વધવાથી મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે જ નહીં, પણ મૃતદેહોને બહાર લાવવા માટે પણ વેઈટિંગ છે. સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, સરકારી હોસ્પિટલના પાછળ સેલરમાંથી મૃતદેહો કાઢીને એમ્બ્યુલન્સમાં સીધા સ્મશાનગૃહ લઈ જવાઈ રહ્યા છે. સ્મશાનમાં કતાર થાય નહીં એ માટે હોસ્પિટલોમાં ડેડબોડી મૂકી રાખવામાં આવે છે.

તે સમયે સંસ્થા દ્વારા સ્વયંસેવકો જે તે સ્મશાનભૂમિ કે કબ્રસ્તાનમાં અન્યની ડેડબોડીની અંતિમક્રિયામાં વ્યસ્ત હોવાનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. ઓછામાં ઓછા બે કલાકનું વેઇટિંગ હોવાનું જણાવાય રહ્યું છે. સેવાભાવી સંસ્થાના જણાવ્યા મુજબ વર્તમાન સમયે પ્રતિદિન કોરોનાની ગાઇડલાઇન મુજબ 30થી વધુ લોકોની અંતિમક્રિયા કરવામાં આવી રહી છે. શબવાહિની દિવસ-રાત ખાનગી હોસ્પિટલોમાંથી કોવિડના દર્દીઓનો મૃતદેહ ઉપાડી રહી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…