નાગરવેલના પાનનું સેવન કરવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ, જાણો 

118
Published on: 7:47 am, Sat, 3 April 21

નાગરવેલના પાન વિશે બધા લોકો જાણતા જ હશે, ઘણા લોકો તો મસાલા પાન બનાવીને ખાવા માટે પણ નાગરવેલના પાનનો ઉપયોગ કરે છે. નાગરવેલના પાનનું વાવેતર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થાય છે અને તે વેલ આકાર ની વનસ્પતિ જ હોય છે તે ભારત માં પણ અલગ-અલગ જગ્યા જોવા મળે છે. જે અલગ-અલગ પ્રકારે થાય છે. આપણામાં જમ્યા પછી તેને ખાવાની પ્રથા પ્રચલિત છે.

તે પંદર ફૂટ લાંબી અને મજબૂત ગાંઠોવાડી હોય છે. અને તેના પર્ણ લીલા કે પોપટી કલરના અને આઠ ઇંચ લાંબા અને સાત શિરા વાળા હોય છે. તે દવા તરીકે પણ વપરાય છે. અને તેના ફળ ઝૂંમખામાં અને ચપતા હોય છે, તેના પાનમા ઘણા બધા વૈદ્યકિય ગુણો પણ હોય છે.

નાગરવેલથી થતા ફાયદાઓ
તે સ્વાદની દ્રષ્ટિએ મીઠી કડવી, તુરિ હોય છે. અને આ ઉપરાંતે તે વાત અને કફને પણ દૂર કરે છે ભૂખ વધારે છે અને વાયુ ને દૂર કરી દે છે અને મોઢામાં સુગંધ અને લાળ બનાવે છે તે હદયને તેજ બનાવે છે અને દુખાવો દૂર કરે છે. ઉધરસ, શરદી, ખંજવાળ, સોજા, તાવ વગેરે પણ મટાડે છે. આ પાન જો પાકું ખાવામાં આવે છે તો કાચા કરતા તે ખુબજ ઉત્તમ હોય છે. તેના વધુ પડતા પાન ખાવાથી નુકસાન પણ થાય છે. આ પાનમાં ચૂનો ચોપડી, કાથો લગાવી, સોપારી, લવિંગ અને વરિયાળી નાંખીને ખાવામાં આવતુ હોય છે.

અને આનાથી મોઢું ચોખૂ પણ થાય છે અને પાચન સારું થઈ જાય છે. આ ઉપરાંત તે તાકાત પણ આપે છે અને પેટના રોગો મટાડે છે. તેના પાન કબજિયાતમાં રાહત આપતા હોય છે. તેના પાનના 15 પાંદડાને 3 ગ્લાસ પાણીમાં નાખીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી બળીને 1/4 ભાગ થાય જાય. આ દિવસમાં 3 વાર પીવું જોઈએ. જો તમારું હદય નબળું હોય તો તેના પાન સાથે સાકર ઉમેરીને પીવાથી તે મજબૂત બનશે.

તેના પાન કંઠનો અવાજ પણ સુધારે છે. અવાજ બેસી ગયો હોય તો તેના પાન અને જેઠીમધનો કટકો ખાવાથી અવાજ ખૂલી જાય છે. અને તેના પાન ચાવીને ખાવાથી સલાઇવ લાળ બને છે જે પાચન તેજ કરે છે જમ્યા પછી તેના પાન જરૂર ખાવા જોઈએ તેથી ભોજન સરળતાથી પચી જાય છે. અને આ સિવાય તેના પાનના સાત પાન લઈ અને 2 પ્યાલા પાણીમાં ખાંડ સાથે ઉકાળઓ અને જયારે પાણી એક ગ્લાસ રહે થાય જાય તો તેને ઠંડુ પાડો તેને દિવસમાં ત્રણ વાર પીવાથી બ્રોકયટીસમાં ઘણો લાભ થાય છે.

તેના પાનનો રસ પીવાથી ગેસ્ટ્રીક-અલ્સરને રોકવામા ઘણી બધી મદદ મળે છે. કારણ કે તેને ગૈસ્ત્રોટપ્રોટેકટી ની કામગીરી માટે પણ ઓળખાતો હોય છે. જો નસકોરી ફૂટતી હોય તો તેના પાન પીસીને સૂંઘવાથી આરામ મળી જાય છે અને જો ચાંદા પડતાં હોય તો તેમાં પાન ફાયદો થાય છે. તેના પાન ચાવવાથી ઓરલ કેન્સરનો ખતરો પણ ટળી જાય છે અને એટલું જ નહીં તેમાં એબ્સકોર્બીક એસીડ અને બીજા એંટી ઓક્સીડેંટ પણ હોય છે જે મોઢામાં જળવાઈ રહેવાથી નુકશાનકારક કેન્સર ફેલાવતા તત્વોનો નાશ કરે છે. તેના પીવાથી મોઢાની દુર્ગંધ પણ દુર થાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…