જમ્યા પછી તરત જ આવે છે તમને ખાટ્ટા ઓડકાર? તો આજે જ વાંચો આ લેખ નહીંતર તે બની શકે છે જીવલેણ

140
Published on: 6:19 am, Mon, 19 April 21

ગેસ, ઇનડાઇજેશન અને ખાટ્ટા ઓડકાર આવવાની સમસ્યાનું કારણ ખરાબ ખાણી-પીણી, દારૂ અથવા સિગરેટનું સેવન અને ઓવરઈટિંગ પણ છે. આજકાલના સમયમાં લોકો ઘણીબધી બીમારીઓ અને સમસ્યાઓનો શિકાર થઇ રહ્યા છે. આ સમસ્યાઓનું સૌથી મોટું કારણ છે ખરાબ લાઇફસ્ટાઇલ.

આ સમસ્યા દરમિયાન લોકોને છાતીમાં બળતરા અને ખાટ્ટા ઓડકાર આવવા લાગે છે. ઘણીવાર જ્યારે આ સમસ્યા ગંભીર થાય છે ત્યારે ખાધેલું બહાર આવી જાય છે. તેની પાછળનું કારણ હોય છે આપણા અન્નનળી અને જઠરની વચ્ચેનો વાલ્વ.

ઇનડાઇજેશન, ગેસ અને ખાટ્ટા ઓડકારના લક્ષણ
બોલતી વખતે મોટાભાગે જે લોકોને ખાંસી આવે છે અને લાંબા સમય સુધી ખાંસી રહે છે. આ પણ આ સમસ્યાઓનું લક્ષણ છે. મોંઢામાં ખાટું પાણી આવવા લાગવું. જેમને આ સમસ્યા થાય છે તેમના દાંતનો રંગ બદલાવા લાગે છે. છાતીમાં બળતરા રહેવી અને મોંઢામાં મોટાભાગે કડવાશ થતી રહેવી પણ આ સમસ્યાઓના લક્ષણોમાંથી એક છે.

વજન વધારે હોવાને કારણે પણ આ સમસ્યા થવા લાગે છે. ખરાબ લાઇફસ્ટાઇલના કારણે પણ ફૂડ પાઇપ અને પેટ વચ્ચેનો આ વાલ્વ વીક થવા લાગે છે. જો કોઇ વ્યક્તિ વધારે પ્રમાણમાં દારૂ અથવા ધૂમ્રપાનનું સેવન કરે છે. તેમને પણ આ સમસ્યા થઇ શકે છે. આ સમસ્યા તે લોકોમાં પણ હોય છે જેમની ડોક નાની હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ આ સમસ્યા થઇ શકે છે. જેમની જોબ બેઠા બેઠા કામ કરવાની હોય છે તેવા લોકોમાં પણ આ પ્રકારની સમસ્યા સર્જાઇ શકે છે.

ગેસ ઇનડાઇજેશનથી બચવાની પદ્ધતિ
ગેસ અને ઈનડાઇજેશનની સમસ્યાથી રાહત મેળવવા માટે તમારે તમારું ભોજન થોડુક થોડુક કરીને ખાવું જોઇએ. ઉદાહરણ તરીકે જો તમે દિવસમાં ત્રણવાર ખાઓ છો તો તમે 6 વારમાં ખાવાનું શરૂ કરો. જો તમને પણ ગેસ ઇનડાઇજેશન અને ખાટ્ટા ઓડકારની સમસ્યા છે તો તમે તેનાથી બચવા માટે કેટલાક ઉપાય અજમાવી શકો છો.

પરંતુ જો આ સમસ્યા વધુ સમય સુધી રહે છે તો ડૉક્ટરની પાસે જઇને દવા લેવાનું જ યોગ્ય રહે છે. જાણો, આ સમસ્યાથી છૂટકારો મેળવવાની પદ્ધતિ વિશે. વજન વધુ હોવાને કારણે પણ આ સમસ્યાઓ થઇ શકે છે. એવામાં જો તમે પોતાનું વજન ઓછું કરવા લાગો છો તો આ સમસ્યા જાતે જ ખત્મ થઇ જશે.રાતનું ભોજન અને ઊંઘવા વચ્ચેનો ગેપ 2 કલાકનો રાખીને પણ તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

ધ્યાન રાખો કે ઊંઘવાના થોડાક સમય પહેલા સુધી ન તો પાણી પીઓ અને ન તો દૂધ પીઓ. આ ઉપરાંત ભોજનના 30 અથવા 60 મિનિટ સુધી કોઇ પણ પ્રકારનાં પીણાં ન પીશો. ઉલ્લેખનીય છે કે આ ઉપચાર તરત કામ કરશે નહીં. કારણ કે તમે લાઇફસ્ટાઇલ અને ખાણી-પીણીમાં ફેરફાર કરી રહ્યા છો તો આ સમસ્યાથી રાહત મેળવવામાં થોડોક સમય લાગી શકે છે. એટલા માટે ધીરજ રાખો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…