દૂધ અસલી છે કે નકલી? તે જાણવા માટે આ ફોટો પર કરો એક ક્લિક

196
Published on: 10:41 am, Wed, 24 February 21

હાલમાં શહેરોમાં દૂધમાં ખુબ જ ભેળસેળ કરે છે. તો આજે અમે તમે જણાવીશું કઈ રીતે ખબર પડે કે દૂધ ભેળસેળ વાળું છે કે ચોખ્ખું. હાલમાં એક રિપોર્ટથી ખુલાસો થયો છે કે દૂઘની વપરાશ જેટલી હોય છે ઉત્પાદન તેનાથી ખૂબ ઓછું હોય છે. તેનાથી એક આશંકા પેદા થાય છે કે દૂધની આપૂર્તિ કેવી રીતે થાય છે.

શુ નકલી અને ભેળસેળથી આ માંગને પૂરી કરવામાં આવી રહી છે? એનીમલ વેલફેયર બોર્ડના સદસ્ય મોહનસિંહ અહલૂવાલિયાની માનીએ તો દેશાન દક્ષિણી રાજ્યોના મુકાબલે ઉત્તરી રાજ્યોમાં દૂધમાં મિલાવટ વધારે હોય છે. આ મામલામાં આવેલા એક રિપોર્ટ કમોબેશ ઇશારો કરે છે. દૂધમાં મિલાવટને લઇને થોડાક વર્ષો પહેલા દેશામાં એક સર્વે થયો હતો. તેમા પણ જાણવા મળ્યું કે દૂધને પેક કરતા સમયે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી.

દૂધમાં ડિટર્જન્ટની ભેળસેળ મળી હતી. અહલૂવાલિયા મુજબ, આ ભેળસેળથી લોકોના સ્વાસ્થ્યને ખતરો પહોંચી શકે છે. ભેળસેળ વાળું દૂધ પીવાથી લોકોમાં અપંગતા જેવી ગંભીર બીમારી થઇ શકે છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રીના એક નિવેદન આપતા આહલૂવાલિયાએ કહ્યું કે ભેળસેળના આશરે 89 ટકા પ્રોડક્ટમાં એક કે બે પ્રકારની ભેળસેળ થાય છે. એટલું જ નહીં 31 માર્ચ 2018 દેશમાં દૂધનું કુલ ઉત્પાદન 14.68 કરોડ લીટર રોજ રેકોર્ડ કરવામાં આવ્યું.

જ્યારે દેશમાં દૂધની પ્રતિ વ્યક્તિ વપરાશ 480 ગ્રામ પ્રતિ દિન છે. આ ગેપ આશરે 68 ટકાએ અટકે છે. જેનાથી અંદાજો લગાવી શકાય કે બજારમાં વધારે પ્રમાણમાં મિલાવટી દૂધ આવે છે. તો આવો જોઇએ કેવી રીતે ભેળસેળ વાળા દૂધને ઓળખી શકાય. સિન્થેટિક દૂધની ઓળખ કરવા માટે તેને સૂંઘો.

જો તેમાથી સાબુ જેવી દુર્ગંધ આવી રહી છે. તો તેનો મતલબ છે કે દૂધ સિન્થેટિક છે. જ્યારે અસલી દૂધમાં કોઇ દુર્ગંધ આવતી નથી. અસલી દૂધનો સ્વાદ હળવો મીઠો હોય છે. જ્યારે નકલી દૂધનો સ્વાદ ડિટરજન્ટ અને સોડા મિક્સ કરેલો હોવાના કારણથી કડવો લાગે છે. અસલી દૂધ સ્ટોર કરવા પર તેનો રંગ બદલાતો નથી. જ્યારે નકલી દૂધ થોડાક સમય બાદ પીળુ પડવા લાગે છે.

દૂધમાં પાણીના મિલાવટની ઓળખ માટે દૂધને એક કાળી જગ્યા પર રાખો. જો દૂધની પાછળ એક સફેદ રેખા દેખાય તો દૂધ અસલી છે. જો અસલી દૂધને ઉકાળો તો તેનો રંગ બદલાતો નથી, જ્યારે નકલી દૂધ ઉકાળવા પર પીળો રંગ થઇ જાય છે. દૂધમાં પાણીની ભેળસેળની તપાસ કરવા માટે કોઇ ચિકણી લાકડી કે પત્થર પર દૂધના એક કે બે ટીંપા ટપકાવીને જુઓ.

જો દૂધ વહેતા નીચે તરફ પડે અને સફેદ ધારના નિશાન બની જાય તો દૂધ શુદ્ધ છે. અસલી દૂધને હાથની વચ્ચે રગડવા પર કોઇ ચિકાશનો અનુભવ થતો નથી. જ્યારે નકલી દૂધને તમારા હાથની વચ્ચે રગડશો તો તમને ડિટર્જન્ટ જેવી ચિકાશનો અનુભવ થશે. અસલી દૂધ સ્ટોર કરવા પર તેનો રંગ બદલાતો નથી. જ્યારે નકલી દૂધ થોડાક સમય બાદ પીળુ પડવા લાગે છે.

દૂધમાં પાણીના મિલાવટની ઓળખ માટે દૂધને એક કાળી જગ્યા પર રાખો. જો દૂધની પાછળ એક સફેદ રેખા દેખાય તો દૂધ અસલી છે. અસલી દૂધને હાથની વચ્ચે રગડવા પર કોઇ ચિકાશનો અનુભવ થતો નથી. જ્યારે નકલી દૂધને તમારા હાથની વચ્ચે રગડશો તો તમને ડિટર્જન્ટ જેવી ચિકાશનો અનુભવ થશે.