ચીને પ્રકૃતિને ફેંક્યો પડકાર- બનાવ્યો ‘નકલી સૂર્ય’, જાણો એક ક્લિક પર ‘કુત્રિમ સૂર્ય’ વિશે

403
Published on: 5:38 am, Mon, 7 June 21

વિજ્ઞાન અને ટેક્નોલોજીના મામલે ચીન સતત અમેરિકા, રશિયા, જાપાન જેવા વિક્સિત દેશોને પડકાર ફેંકી રહ્યો છે. આ જ દિશામાં તેણે આગળ વધતા એવું કારનામું કરી નાખ્યુ છે કે જે અંગે જાણીને આખી દુનિયા સ્તબ્ધ છે. ચીનના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલો ‘કૃત્રિમ સૂર્ય’ વાસ્તવિક સૂર્ય કરતા 10 ગણો વધારે શક્તિશાળી છે. તે વાસ્તવિક સૂર્ય જેટલો જ પ્રકાશ આપશે અને ઉર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર તાજેતરમાં કૃત્રિમ સૂર્યનું તાપમાન, વાસ્તવિક સૂર્ય કરતા 10 ગણુ વધારે હતું. ચીનનો દાવો છે કે તેણે કૃત્રિમ સૂરજ બનાવ્યો છે. જેની શક્તિ અસલ સૂરજ કરતા અનેક ગણી વધારે છે. ચીનના આ પગલાને પ્રકૃતિ સાથે પંગો લેનારું પગલું ગણવામાં આવી રહ્યું છે.

જે વિનાશકારી સાબિત થઈ શકે છે. ચીનનો દાવો છે કે આ નકલી સૂર્ય અસલ સૂર્યની જેમ જ શુદ્ધ ઉર્જા આપશે. સૌથી મોટી વાત એ છે કે તેને ન્યૂક્લિયર ફ્યૂઝન દ્વારા નિયંત્રિત કરી શકાશે. ચીનના વૈજ્ઞાનિકો કહે છે કે કૃત્રિમ સૂર્યએ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 10 સેકંડ માટે કૃત્રિમ સૂર્ય 16 કરોડ ડિગ્રી સેલ્સિયસ (160 મિલિયન ડિગ્રી સેલ્સિયસ) તાપમાને પહોંચ્યો હતો,

એટલે કે, તે 10 સેકંડ માટે પ્રાકૃતિક સૂર્યના તાપમાન કરતા 10 ગણાથી વધુ ગરમ રહ્યો. તો બીજી તરફ 100 સેકંડ માટે તે 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવવામાં સફળ રહ્યો. કૃત્રિમ સૂરજ ન્યૂક્લિયર ફ્યૂઝનની મદદથી છ ગણી વધારે સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરશે.

એવો પણ દાવો કરાયો છે કે આ કૃત્રિમ સૂરજ છ સૂર્ય બરાબર ઉર્જા આપશે. ચીન આ કૃત્રિમ સૂરજ  નેશનલ ન્યૂક્લિયર કોર્પોરેશન, સાઉથ વેસ્ટર્ન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ સાથે મળીને બનાવી રહ્યો છે. કૃત્રિમ સૂરજનું લગભગ 200 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…