ચાણક્યની આ અણમોલ વાતોમાં છુપાયો છે લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો મંત્ર? જો એકવાર રાજી થયા તો ખુલી જશે ભાગ્યના દરવાજા

168
Published on: 2:57 pm, Thu, 21 October 21

ચાણક્યની ગણતરી ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાં કરવામાં આવે છે ચાણક્યને આચાર્ય ચાણક્ય પણ કહેવામાં આવે છે. આચાર્ય ચાણક્ય વિશે કહેવામાં આવે છે કે તેમની પાસે ઘણા વિષયોનું ઉચ્ચ કોટિ જ્ઞાન હતું. જે અર્થશાસ્ત્રની સાથે સાથે આચાર્ય ચાણક્ય પાસે રાજકીય શાસ્ત્ર, મુત્સદ્દીગીરી અને સમાજશાસ્ત્ર વગેરે જેવા વિષયોમાં પણ તેમની પાસે ખુબ જ જ્ઞાન હતું. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે જેઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માગે છે. તેમના માટે ચાણક્ય નીતિ ખૂબ જ ઉપયોગી છે. ચાણક્ય નીતિ વ્યક્તિને સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે. જો તમે જીવનમાં સફળતા મેળવવા માંગો છો, તો તમારે તમારા જીવનમાં આચાર્ય ચાણક્યના કીધેલ આ શ્લોકને હંમેશા યાદ રાખવા પડશે.

उद्योगे नास्ति दारिद्र्य जपतो नास्ति पातकम् ।
मौनेनकलहोनास्ति नास्ति जागरितो भयम् ।।

આચાર્ય ચાણક્યના નીતિના આ શ્લોકનો અર્થ એ છે કે જે લોકો સાહસિક છે, તે માણસ ક્યારેય ગરીબ નથી બની શકતો. જે વ્યક્તિ હંમેશા ભગવાનને યાદ કરે છે અને ભગવાનનું સમ્રણ કરે છે તે વ્યક્તિ ક્યારેય પણ પાપને સ્પર્શી શકતો નથી, જે લોકો મૌન રહે છે, તે લોકો હંમેશા વિવાદોથી દૂર રહેતા હોય છે, જે જાગૃત રહે છે તે નિર્ભય રહેતા હોય છે અને તે લોકોને કોઈ વ્યક્તિ કે વસ્તુનો દર હોતો નથી.

આચાર્ય ચાણક્યના કહેવા અનુશાર વ્યક્તિએ પોતાના જીવનમાં હંમેશા પરિશ્રમ કરવો જોયે. તેમજ જે લોકો મહેનત કરે છે તે વ્યક્તિને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે. તેવા લોકો તમામ પ્રકારના સુખ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. જે વ્યક્તિ સખત મહેનત કરે છે તે વ્યક્તિ દરેક લોકોને પ્રેમ કરતો હોય છે, તે વ્યક્તિને બીજા લોકો દ્વારા આદર પણ મળે છે. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ હંમેશા ખોટી ક્રિયાઓથી દૂર રહેવું જોઈએ. ખોટી ક્રિયાઓથી દૂર રહેવા માટે વ્યક્તિએ ધર્મ, શિસ્ત અને નિયમોનું પાલન કરવું જોઈએ. આ સાથે, જે લોકો ઓછું બોલે છે, તેઓ હંમેશા વિવાદોથી દૂર રહે છે, આવા લોકો ગંભીર અને ધન્યવાન હોય છે. ચાણક્ય નીતિનું કહેવું છે કે વ્યક્તિએ હંમેશા સતર્ક અને સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. જેઓ જાગૃત રહે છે, તેઓ નુકસાનથી ડરતા નથી અને તકેદારી ભયનો નાશ કરે છે. તે માટે તમારે ચાણક્યની આ કિંમતી વસ્તુઓ અપનાવવી જરૂરી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…