આવો જાણીએ જગદંબા ‘ચામુંડા માતા’ નાં નામની ઉત્પત્તિ થવા પાછળની રસપ્રદ દંતકથા

240
Published on: 7:10 pm, Tue, 19 October 21

હાલમાં અમે ગુજરાતના ચોટીલાના ડુંગર પર બિરાજમાન સાક્ષાત ચામુંડા માતાજીને લઈ જાણકારી લઈને આવ્યા છીએ. શ્રી ચામુંડા માતાજી એ પાર્વતી માતાનું જ એક સ્વરૂપ હોવાનું માનવામાં આવે છે. માતા ભગવતી દુર્ગાનું નામ ચામુંડા કેવી રીતે પડ્યું? આની પાછળ એક કથા ખુબ પ્રચલિત છે. દુર્ગા સપ્તસતી માં માતાના નામની ઉત્પત્તિ કેવી રીતે થઇ હતી તે કથા વર્ણિત છે. આવો અમે આપને તે કથા અંગે જણાવીએ…

આજથી હજારો વર્ષ અગાઉ ધરતી પર શુમ્ભ તથા નીશુંમ્ભ નામના 2 રાક્ષસોનું રાજ ચાલી રહ્યું હતું. આ 2 રાક્ષસો દ્વારા ધરતી તેમજ સ્વર્ગમાં ખુબ અત્યાચાર આચરવામાં આવ્યો હતો કે, જેથી તમામ દેવતાઓ એની સાથે વામણા સાબિત થઇ રહ્યા હતા. આ સમયે તમામ દેવતા તથા મનુષ્યોગણ દ્વારા માતા દુર્ગાની આરાધના કરવામાં આવી હતી.

આ સમયે દેવી દુર્ગા પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું હતું કે, તેઓ પોતે તમામ દેવતા ગણ તેમજ મનુષ્યોની રક્ષા કરશે તેમજ માતા દુર્ગા કોશિકી નામથી અવતાર ધારણ કરે છે. કોશિકીને શુમ્ભ તથા નીશુંમ્ભ ના બે દૂતો જોઈ લે છે તેમજ તે દૂતોએ શુમ્ભ તથા નીશુંમ્ભ રાક્ષસોની પાસે જાય છે.

આ સમયે તેઓ જણાવે છે કે, મહારાજ તમે ત્રણેય લોકના રાજા છો. તમારી પાસે તમામ પ્રકારના અમૂલ્ય રત્નો છે. ઇન્દ્ર ભગવાનનો ઐરાવત હાથી પણ તમારી પાસે છે. જેથી તમારી પાસે એવી દિવ્ય તથા આકર્ષિત નારી પણ હોવી જોઈએ કે, જે ત્રણેય લોકમાં સર્વથી સુંદર હોય.

આ વાતને સાંભળી શુમ્ભ તથા નીશુંમ્ભ ને પોતાના એક દૂતને કોશિકી પાસે મોકલે છે ત્યારે તે દૂતને જણાવે છે કે, તારે તે સુંદરી પાસે જઈને કહેવાનું રહેશે કે, શુમ્ભ તથા નીશુંમ્ભ ત્રણેય લોકના રાજા છે તેમજ તે આપને પોતાની રાની બનાવવા માગે છે. આવું સાંભળીને દૂત માતા કોશિકી પાસે જાય છે તેમજ માતા કોશિકીને જણાવે છે.

આ સમયે માતા કોશિકી જણાવે છે કે, શુમ્ભ તથા નીશુંમ્ભ એમ બંને મહાન બળશાળી છે પણ મેં એક પ્રણ લીધું છે કે, જે વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરશે તેમજ મારી સામે યુદ્ધ જીતશે એની જ સાથે હું લગ્ન કરીશ ત્યારે તે બંને દૂત કોશિકીની આ વાત સાંભળીને પાછા ફરી જાય છે. આ સમયે દૂત દ્વારા આ વાત શુમ્ભ અને નીશુંમ્ભને કહે છે.

આ બંને રાક્ષસ કોશિકીનાં આ વચનની વાત સાંભળીને ક્રોધિત થઇ જાય છે તેમજ કહે છે કે, તે નારીનું આટલું દુસ્સાહસઃ કે તે મને યુદ્ધ માટે લલકારે. આ સમયે શુમ્ભ તથા નીશુંમ્ભ દ્વારા ચંડ તેમજ મૂંડ નામના બે અસુરોને મોકલે છે તેમજ તેઓને કહે છે કે, તેના માથાના વાળ પકડીને મારી સમક્ષ હાજર કરો.

આ સમયે ચંડ અને મૂંડ માતા કોશિકીની પાસે જાય છે ત્યારે તેમને પોતાની સાથે ચાલવાનું કહ્યું તો માતા કોશિકીએ તેમની સાથે જવાની ના પાડી તો તે બંને અસુર માતા કોશિકી પર પ્રહાર કરે છે. આ સમયે માતા કોશિકીએ પોતાનું દુર્ગા સ્વરૂપ ધારણ કરે છે તેમજ ચંડ તથા મૂંડ નામના બંને અસુરનો વધ કરે છે. ત્યારથી ચંડ અને મૂંડ નામના અસુરને મારવાને લીધે માતા દુર્ગાનું નામ ચામુંડા પ્રચલિત બન્યું છે.