ઊંચા કોટડા ગામે સાક્ષાત બિરાજમાન છે માં ચામુંડા- માં ચામુંડાનું ત્રિશુલ ૧૫ દિવસ ચોટીલા અને ૧૫ દિવસ ઊંચા કોટડામાં રહે છે

511
Published on: 5:40 pm, Thu, 30 September 21

આપણે એવા ઘણા માતાજીના મંદિરો વિષે સાંભળ્યું હશે જ્યાં સાક્ષાત માતાજી બિરાજમાન રહેતા હોય છે. આવી જ એક મંદિર છે માં ચામુંડાનું. ભાવનગર જિલ્લાના ઊંચા કોટડામાં બિરાજમાન છે સાક્ષાતમાં ચામુંડા. ઊંચા કોટડા ગામ અનેક પરચાઓ સાથે પણ સંકળાયેલું છે. જાણવા મળ્યું છે કે, અહીં ભક્તો દૂર દૂરથી માં ભગવતી ચામુંડાના દર્શન કરવા માટે આવે છે.

ભક્તો આ મંદિરમાં માં ચામુંડાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અહીં માં ચામુંડા દરેક ભક્તની મનોકામના પણ પૂર્ણ કરે છે. અહી જે જગ્યાએ માં ચામુંડા પ્રગટ થયા હતા તે જગ્યાએ જ માં ચામુંડાની મૂર્તિની સ્થાપન કરવામાં આવી છે. અહીં ભક્તો માતાજીને ત્રિશુલ ચઢાવવાની બાધા રાખે છે. ભક્તોની માનતા જયારે પૂર્ણ થાય છે ત્યારે ભક્તો માં ચામુંડાને ત્રિશુલ ચઢાવે છે. માનવામાં આવે છે કે, માં ચામુંડાનું ત્રિશુલ ૧૫ દિવસ ચોટીલા અને ૧૫ દિવસ ઊંચા કોટડામાં રહે છે.

ઊંચા કોટડા મંદિરમાં માં ચામુંડાના દર્શન કરવા માટે લોકો આખા ભારતમાંથી આવે છે. જણાવી દઈએ કે, આ મંદિરમાં સ્થાપિત ચામુંડા માતાની મૂર્તિ સ્વયં પ્રગટ થઇ હતી. ભક્તો માં ચામુંડાની મૂર્તિના દર્શન કરવાથી ખુબ જ આનંદની અનુભૂતિ કરે છે. માં ચામુંડા મંદિરમાં દર્શન કરવા આવતા દરેક ભકતની મનોકામના પૂર્ણ કરે છે.

આ ઉપરાંત, આ મંદિર સાથે એવી માનતા પણ જોડાયેલી છે કે જે દંપતીના ઘરે સંતાન ન હોય તેવા દંપતી જો માં ચામુંડાની બાધા રાખે તો માં ચામુંડા તેમની આ માનતા પૂર્ણ કરે છે. ઊંચા કોટડામાં ચામુંડા માતાની મહિમા અપરંપાર હોવાનું માનવામાં આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…