મ્યુકરમાઈકોસિસ રોગના કેસ ખુબ જ ઝડપે વધતા સરકારે આપ્યો એલર્ટ અને જારી કર્યા તેનાથી બચવાના ઉપાયો, જાણો જલ્દીથી નહીંતર

195
Published on: 5:09 am, Mon, 10 May 21

કોરોનાની બીજી લહેર હજુ શમી નથી ત્યાં તેના બાદ થતો મ્યુકરમાઈકોસિસનો રોગ ગંભીર બનીને વકરી રહ્યો છે. રાજકોટમાં મ્યુકરના કેસ વધી રહ્યા છે અને સારવાર માટે હવે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ રાજકોટ આવતા બે જ દિવસમાં નવા દર્દી દાખલ થયા છે આ સાથે હાલ દર્દીની સંખ્યા 125 થતા ટ્રોમા સેન્ટરને મ્યુકર વોર્ડમાં ફેરવવામાં આવશે આ સાથે રાજકોટમાં રાજ્યનો સૌથી મોટો 250 બેડ ધરાવતો મ્યુકરમાઈકોસિસ વોર્ડ તૈયાર કરાયો છે. કોરોના વાઇરસના અલગ અલગ વેરિઅન્ટના ફેલાવા વચ્ચે હવે કોવિડથી સાજા થતા દર્દીઓમાં મ્યૂકરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસના કેસોએ ચિંતા વધારી છે.

ગુજરાત અને દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓમાં આ પ્રકારની તકલીફ જોવા મળી છે. નીતિ આયોગના વી.કે. પોલે જણાવ્યું કે, કોરોનાના કારણે મ્યૂકરમાઈકોસીસના કેસ વધવા ગંભીર બાબત છે પણ હવે આ બીમારી ગંભીર રહી નથી.

તેનું સમયસર નિદાન અને ઉપચાર થાય તો દર્દીને વધારે નુકસાન થતું નથી. ડોક્ટરોનું કહેવું છે કે આ ઇન્ફેક્શનને વધુ સમય માટે અવગણવું ઘાતક સાબિત થાય છે અને તેનાથી દર્દીનું મોત પણ થઇ શકે છે. દિલ્હીની શ્રીગંગારામ હોસ્પિટલના ENT સર્જન ડો. મનીષ મુંજાલના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં ખતરનાક ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળ્યો છે.

આ રીતે મ્યૂકરમાઈકોસીસથી બચી શકાય છે
– કોરોના થયો હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો

– કોરોનાની સારવાર દરમિયાન છઠ્ઠા દિવસ પછી સ્ટિરોઈડનો ઉપયોગ કરવો અને તે પણ જરૂર જણાય તો તથા ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ ઉપયોગ કરવો

– કોરોનાનો દર્દી ઓક્સિજન ઉપર હોય તો તેના માસ્કમાં પાણીના ટીપા બાઝે તો તેને સાફ કરવા અને અન્ય પાણીનો ઝડપથી નિકાલ કરવો

– કોરોનાના દર્દીઓએ શરીરની યોગ્ય સાફ સફાઈ જાતે થાય તો કરવી અથવા વોર્ડ બોય દ્વારા સફાઈ કરાવવી

– મોઢામાં ક્યાંય પણ અલ્સર થાય કે ચાંદી પડે ત્યારે સામાન્ય સારવાર દ્વારા તેનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…