ગાંધીનગર અડાલજ હાઇવે પર કારની ટક્કરથી પિતા-પુત્રીનું ઘટના સ્થળે જ થયું કરુણ મોત

139
Published on: 7:40 am, Fri, 7 May 21

અકસ્માતના કિસ્સાઓ અવાર-નવાર જાણવા મળે છે. તો આજે પણ આ સમાચારમાં એક ભયંકર અકસ્માત વિશે જાણશું. અડાલજ ખાતે રહેતા મોહનલાલ રામાભાઇ શર્મા(ઉ. 54) ના પરિવારમાં પત્ની જશીબેન તેમજ 22 વર્ષીય દીકરી તેમજ એક પુત્ર છે. ગાંધીનગર જિલ્લાના અડાલજ કલોલ બાલાપીર હાઈવે રોડ પર ગઈકાલે કાર અને એક્ટિવા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પિતા પુત્રી ના કરુણ મોત થતા.

અડાલજ પોલીસે ગુનો નોંધીને કારચાલકને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. જેઓ ત્રિમંદિરમાં ખાનગી સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા. પરંતુ કોરોના કાળના કારણે તેમની નોકરી છૂટી ગઈ હતી. જેમનો પુત્ર નિલેશ જન્મજાત માનસિક રીતે અસ્થિર હોવાથી છેલ્લા ઘણા સમયથી ગુમ થઈ ગયેલો છે.

જ્યારે રીતુ અડાલજના ત્રિમંદિર ખાતે નોકરી કરતી હતી. ગઈકાલે પિતા મોહનલાલ અને રીતુ ત્રિમંદિર તરફથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે મોડી સાંજે કલોલ બાલાપીર હાઈવે રોડ માણેકબાગ પાસે સેવરોલેટ કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને એક્ટિવાને ટક્કર મારી હતી.

આ અકસ્માત કરીને ડ્રાઇવર નાસી ગયો હતો. જ્યારે કારની ટક્કરથી પિતા પુત્રી ઉછળીને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં રીતુને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું પિતાની નજર સમક્ષ મોત નીપજ્યું હતું. ત્યારે મોહનલાલને પણ ગંભીર ઈજાઓ થતાં તેમને અર્ધ બેભાન અવસ્થામાં એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાંથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોહનલાલ શર્માનું પણ મોત નીપજ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવીને રીતુની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કારચાલકની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કારનો ચાલક મૂળ રાજસ્થાનનો તેમજ બોરસદમાં કેટરીગ વ્યવસાય સાથે સંકળાયેલો હોવાની પ્રાથમિક વિગતો ખુલવા પામી હતી. જેની સાંજ સુધી ધરપકડ પણ કરી લેવામાં આવશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…