આ પાપ કરવાથી મનુષ્યને જીંદગીભર રહેવું પડે છે સંતાનહીન, જાણો ‘ભગવાન શિવે કહેલા આ પાપ’ વિશે

399
Published on: 1:23 pm, Fri, 13 August 21

દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતી જ્ઞાનના દેવી-દેવતા માનવામાં આવે છે, એકવાર માં પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પર્વત પર બેઠાં હતા ત્યારે બંનેની વચ્ચે જ્ઞાનની વાતો ચાલી રહી હતી. તે સમયે માતા પાર્વતીએ ભગવાન શિવજીને એક પ્રશ્ન પૂછ્યો અને એ પ્રશ્ન એ હતો કે મનુષ્યએ ક્યાં પાપના કારણે સંતાનહીન રહેવું પડે છે.

તે સમયે ભગવાન શિવજીએ માતા પાર્વતીને જે જવાબ આપ્યો તે આજે અમે તમને જણાવીશું. ભગવાન શિવજીએ કહ્યું દેવી સાંભળો જે મનુષ્ય નિર્દય થઈને મૃગો, પ્રાણીઓ અને પક્ષીઓના બાળકોને મારીને ખાઈ જાય છે. તે મનુષ્યના મૃત્યુ પછી તેના લાંબા સમય સુધી નરકની યાતના પ્રાપ્ત કરે છે. શિવજી આગળ જણાવે છે કે આવો મનુષ્ય જયારે બધી જ યાતનાઓ સહન કરે છે.

પછી થોડા સમય પછી ફરીથી મનુષ્ય બનીને જન્મ લે છે અને તેને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી. અને તે સંતાનહીન થઈને દુખી જ રહે છે અને મૃત્યુ પામે છે. કોઈ પણ પ્રાણી અથવા જીવને દુખ પહોચાડવું એ ખુબ જ મોટું પાપ છે અને તેથી જ મનુષ્યો એ કોઈ પણ પાપ કે અધર્મ કરવાથી બચવું જોઈએ.

જો મનુષ્ય આવી કોઈ પણ ખરાબ કૃત્ય કરે તો તે પાપના ભાગીદાર બને છે. તેથી જીવનમાં ક્યારેય પણ ના કરવું જોઈએ અને ભગવાનની ભક્તિ તેમજ અન્ય નિસહાય અને મૂંગા પશુ પક્ષીઓની મદદ કરવી જોઈએ. તેનાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. અને મૃત્યુ પછી તેઓ સ્વર્ગમાં જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…