લોકડાઉનના કારણે ધંધા-રોજગાર બંધ છે અને મોંઘવારી વધતી જ જાય છે, જાણો કઈ-કઈ વસ્તુઓ થશે મોંધી

172
Published on: 8:07 am, Fri, 7 May 21

કોરોના કહેર વધતા 1 વર્ષથી લોકડાઉન જેવો માહોલ રહ્યો છે. ધંધો-રોજગાર બંધ રહ્યું છે પરંતુ આટલી મંદી હોવા છતાં શાકભાજી, કારીયાણું, પેટ્રો-ડીઝલ અને જીવન-જરૂરિયાતની તમામ વસ્તુમાં ખુબ જ ભાવ વધી રહ્યો છે.  કોરોનાકાળમાં છેલ્લા સવા વર્ષથી ધંધો-રોજગાર ઠપ થઇ ગયો છે. બીજી બાજુ બેકારીની મધ્યમવર્ગની કમર તોડી નાખી છે.

ભયંકર મંદીના માહોલ વચ્ચે તેલનો ખેલ ખેલાઇ રહ્યો હોઇ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સૂત્રો જણાવ્યા મુજબ ગત વર્ષે સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.2250થી 2350 હતો. જે આ વર્ષે રૂ.2750ની આજુ બાજુ રમે છે. આ પ્રમાણે કપાસિયા તેલનો ભાવ રૂ.1250થી1300 હતો. જે આ વર્ષે રૂ.2450થી2550 થયો છે. સરસવ તેલનો ભાવ રૂ.1400થી રૂ.2400 તેમજ તલના તેલનો ભાવ રૂ.2500થી2600 હતો જે આ વર્ષે રૂ.3500થી3600ને આંબી રહ્યો છે.

તેલિયા રાજાઓ દર વર્ષે યેનકેન પ્રકારે સિઝનમાં તેલનો ખેલ ખેલી નિર્દોષ પ્રજાને પરેશાન કરતા હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. વડોદરામાં સિંગતેલ સૌરાષ્ટ્ર, રાજકોટ, મહેસાણા-કડી, સિધ્ધપુર-પાટણ, અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાંથી આવે છે.

પરંતુ પામોલિન, સોયાબિન તેમજ સન ફ્લાવર તેલ વેપારીઓ-દલાલો મલેશિયા-ઇન્ડોનેશિયા, સોયાબિન તેલ અમેરિકા-બ્રાઝિલ તેમજ સન ફ્લાવર તેલ યુક્રેન-રશિયા સહિતના વિવિધ દેશોમાંથી આયાત કરે છે. સ્થાપિતહિતોની ટોળકી એવો બચાવ કરે છે કે ઇમ્પોર્ટ ડયુટી 35%જેટલી હોઇ ઇમ્પોર્ટેડ તેલનો ભાવ સ્થાનિક માર્કેટમાં વધવા પામ્યો છે. એક જમાનો હતો જ્યારે માત્ર તલના તેલનો જ મહિમા હતો. ત્યારબાદ સિંગતેલનો જમાનો આવ્યો હતો.

છેલ્લા દાયકાઓ દરમિયાન હેલ્થ કોન્સિયસનેસ વધતા કપાસિયા તેલ, સન ફ્લાવર, પામોલિન, મકાઇ સહિત સોયાબિનના તેલનો વપરાશ પણ અતિશય વધી ગયો છે. હાલમાં અથાણાની સિઝનમાં સિંગતેલનો ઉપાડ વધ્યો છે. પરંતુ વર્ષ દરમિયાન કપાસિયા તેલનો વપરાશ ગત વર્ષોની તુલનામાં અધધ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસ દરમિયાન કપાસિયા તેલનો ભાવ રૂ.60 વધ્યો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…