બ્રહ્માજીએ કર્યા હતા પોતાની જ પુત્રી સાથે લગ્ન, વિચિત્ર લાગશે પરંતુ હકીકત છે

140
Published on: 8:26 am, Wed, 21 April 21

ઘણા પુરાણોમાં બ્રહ્માજીના લગ્ન વિશે કથા આપેલી છે પરંતુ સરસ્વતી પુરાણ અને મત્સ્ય પુરાણમાં સૃષ્ટિની રચના કરનાર બ્રહ્માજીનો પોતાના પુત્રી સરસ્વતી સાથે લગ્ન કરવાનો પ્રસંગ છે. જેના પરિણામ સ્વરૂપ આ ધરતી પર મનુનો જન્મ થયો હતો. પણ બ્રહ્માએ આવું કામ કેમ કર્યું, ભાગ્યે જ કોઈને ખબર હશે. આ કથા બે અલગ-અલગ રીતે વર્ણ કરવામાં આવી છે.

મત્સ્ય પુરાણ અનુસાર
મત્સ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, બ્રહ્માને પાંચ માથા હતા. અને જ્યારે બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી હતી ત્યારે તેઓ આ સંસારમાં એકલા જ હતા. અને આવી પરિસ્થિતિમાં તેમણે પોતાના મોઢામાંથી સરસ્વતી, સાન્ધ્ય અને બ્રાહ્મીને ઉત્પન્ન કર્યા હતા. બ્રહ્મા પોતે જ રચેલા સરસ્વતી પ્રત્યે આકર્ષિત થવા લાગ્યા અને સતત તેમની ઉપર પોતાની દૃષ્ટિ રાખવા લાગ્યા હતા.

તેમની દૃષ્ટિથી બચવા માટે માતા સરસ્વતી સંસારમાં ચારેય બાજુ ગયા હતા પણ તેઓ બચી શક્યા નહોતા. એટલે માતા સરસ્વતી આકાશમાં જઇને છુપાઈ ગયા હતા પણ પોતાના પાંચમા માથાથી બ્રહ્માએ તેમને ત્યાં પણ શોધી કાઢ્યા હતા અને તેમને સૃષ્ટિની રચનામાં મદદ કરવાનું કહ્યું હતું. સરસ્વતીથી લગ્ન કર્યા પછી સર્વપ્રથમ મનુનો જન્મ થયો હતો.

બ્રહ્મા અને સરસ્વતીના આ સંતાન મનુને પૃથ્વી પર જન્મ લેનાર પ્રથમ મનુષ્ય કહેવામાં આવે છે. તે સિવાય મનુને વેદ, સનાતન ધર્મ અને સંસ્કૃત સહિત બધી જ ભાષાઓના જનક પણ કહેવાય છે.

સરસ્વતી પુરાણ અનુસાર
આ પુરાણ અનુસાર, સૃષ્ટિની રચના કરતી વખતે બ્રહ્માએ પોતાના વીર્યથી સરસ્વતી માતાને જન્મ આપ્યો હતો. એવું કહેવામાં આવે છે કે, સરસ્વતીને કોઈપણ માતા નથી અને તેમને ફક્ત પિતા બ્રહ્મા જ છે. તેમને વિદ્યાની દેવી કહેવામાં આવે છે, પણ વિદ્યાની આ દેવી ખૂબ જ સુંદર અને આકર્ષક હતા.

બ્રહ્મા પોતે પણ માતા સરસ્વતીના આકર્ષણથી દૂર રહી શક્યા નહોતા અને તેમને પોતાની પત્ની બનાવવા માટે વિચાર કરવા લાગ્યા હતા. બ્રહ્મા અને સરસ્વતી લગભગ 100 વર્ષ સુધી એક જંગલમાં પતિ-પત્ની રીતે રહ્યા હતાં. તેમને એક પુત્ર પણ થયો હતો જેનું નામ સ્વયંભુ મનુ રાખવામાં આવ્યું હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…