રાજયમાં ધમધમતા કોરોનાકાળ વચ્ચે ભાજપે કાઢી બાઈક રેલી, જુઓ ફોટાઓ થયા વાઈરલ 

136
Published on: 5:16 am, Thu, 15 April 21

બધા રાજયોમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી ચાલી રહી હતી. આ સમય દરમ્યાન કોરોના કેસોના આંકડાઓ બહાર પાડવામાં આવ્યા ન હતા. ચુંટણી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થયો છે અને હાલ 6 હજાર કરતા પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.

પરંતુ ચુંટણી પૂરી થય ગયા પછી પણ ઘણા રાજયોમાં ભાજપ વાળા આ કોરોના કાળમાં પણ રેલીઓ કાઢી રહ્યાં. તો શું આ લોકોને દંડ ના થાય? બીજી તરફ પંચમહાલ જિલ્લાના મોરવાહડફમાં પેટાચૂંટણીનું આયોજન થયું છે પરંતુ આ ચૂંટણીમાં ફરીથી રાજકીય પક્ષના નેતાઓ ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી જ્યારે પરિણામો આવ્યા ત્યારબાદ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થયો.

અને રાજ્યમાં કોરોના બ્લાસ્ટ થયો પરંતુ હજી આ પરિસ્થિતિ વચ્ચે નેતાઓને લોકોની કંઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે. મોરવાહડફમાં ભાજપના નેતાઓએ ચુંટણી પ્રચારને લઈને એક મોટી રેલી કાઢી અને આ રેલીમાં ન હતું સોશિયલ ડીસ્ટન્સ કે ન પહેર્યા હતા ઘણા લોકોએ માસ્ક. મોરવાહડફમાં ડીજેના તાલે ભાજપ દ્વારા રેલી કરવામાં આવી હતી અને રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. રેલીમાં હાજર રહેલા ઘણા કાર્યકર્તાઓએ મોઢા પર માસ્ક પહેર્યુ ન હતો અને સામાજિક અંતરના નિયમોનો ભંગ થયો હતો.

મહત્ત્વની વાત એ છે કે ચૂંટણીનો સમય આવે છે ત્યારે કોરોના પોઝિટિવ કેસો ઘટી જાય છે તેવી વાતો લોકમુખે ચર્ચાઇ રહી છે અને જ્યારે ચૂંટણી ચાલી જાય છે પરિણામો આવી જાય છે પછી કોરોના પોઝિટિવ કેસો વધવા લાગે છે અને આવું જ કંઈક મોરવાહડફમાં પણ જોવા મળી રહ્યું છે. ત્યાંના લોકોને કોરોનાનો કોઈ ડર ન હોય તેવું લાગે છે.

એક તરફ રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં દર્દીને દાખલ કરવા માટે જગ્યા નથી અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી આ બાઇક રેલીમાં માસ્ક અને સામાજિક અંતર નિયમોનો ભંગ થયો હતો. મોરવાહડફની ચૂંટણી પછી ત્યાં કોરોના બ્લાસ્ટ થાય તો તેની જવાબદારી કોની રહેશે તે પણ એક મોટો સવાલ છે?

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…