બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સે 27 વર્ષના લગ્નજીવન બાદ હવે ડિવોર્સ લેવાની કરી જાહેરાત, તેનું કારણ જાણીને તમે..!

129
Published on: 4:26 am, Tue, 4 May 21

 માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ બિલ ગેટસ અને તેમના પત્ની મિલિન્ડાએ 27 વર્ષ લાંબા સાથને પૂરો કરવાનો નિર્ણય લીધો છે. બિલ ગેટ્સે ટ્વિટ કરીને આ વિશે જાણકરી આપી છે. તેમણે પોતાના ડિવોર્સની જાણકારી આપતા કહ્યું કે ઘણા વિચાર વિમર્શ અને અમારા સંબંધ પર કામ કર્યા બાદ અમે ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો છે.

બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિંડા ગેટ્સની પહેલી મુલાકાત 1987ના વર્ષમાં થઇ હતી. તે વખતે મેલિંડાએ માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરુ કર્યુ હતું. 1994ના વર્ષમાં આ બંનેના લગ્ન હવાઇના લાની ટાપુ પર થયા હતા.

તેમણે ટ્વિટર પર એક નિવેદન જાહેર કર્યું છે જેમાં આ વાત લખી છે. તેમણે આગળ લખ્યું છે કે વિતેલા 27 વર્ષોમાં અમે ત્રણ બાળકોનો ઉછેર કર્યો અને એક ઉત્કૃષ્ઠ સંસ્થા બનાવી છે, જે દુનિયાભરના લોકોના સ્વાસ્થ્ય અને સારા જીવન માટે મદદ કરે છે. અમે અમારા આ મિશનને હંમેશા શરુ રાખીશું અને લોકોની મદદ કરતા રહીશું. ઉલ્લેખનીય છે કે બિલ ગેટ્સ બિલ એન્ડ મેલિંડા ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે.

જો કે અમને લાગે છે કે આવનારા સમયમાં અમે પતિ પત્ની તરીકે સાથે રહીશું નહીં. આથી અમે નવું જીવન શરૂ કરવા જઇ રહ્યા છીએ. એવામાં લોકો પાસેથી અમારા પરિવાર માટે સ્પેસ અને પ્રાઇવેસીની અપેક્ષા છે. હવે એ વાત સ્વાભાવિ છે કે એક સમયે દુનિયાના સૌથી ધનવાન માણસમા ડિવોર્સ થઇ રહ્યા હોય તો સંપતિના ભાગલાને લઇને લોકોને જીજ્ઞાસા થવાની. ફોર્બ્સની 35મી યાદી પ્રમાણે બિલ ગેટ્સ પાસે અત્યારે લગભગ 124 બિલિયન ડોલરની સંપતિ છે.

તેઓ અત્યારે દુનિયાના ચોથા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ છે. આ લિસ્ટમાં પહેલા સ્થાન અત્યારે જેફ બેજોસ છે. થોડા મહિના પહેલા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે બિલ ગેટ્સની દર સેકેન્ડની કમાણી 12 હજાર 54 રુપિયા એટલે કે એક દિવસની કમાણી 102 કરડ રુપિયા છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…