ગુજરાતના CM રૂપાણીએ રાજીનામું આપી દીધું ત્યારે જે અખબારના તંત્રીને સૌથી પહેલા આ સમાચારની જાણ થઈ હતી. તેમણે કહ્યું હતું કે મારે 40 કરતાં વધારે વર્ષથી પત્રકારત્વમાં અનુભવ છે અને બધા જ મુખ્યમંત્રીઓ સાથે નજીકના સંબંધો રહ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામું આપતા પહેલા જ મારી સાથે વાતચિત કરી હતી.
તેમણે જ સૌથી પહેલા આ સમાચાર કન્ફર્મ કર્યા હતા. વિજય રૂપાણીએ આજે સરદારધામનાં એક કાર્યક્રમમાં હાજરી આપી અને તે બાદ સીધા જ રાજભવનમાં જઈને મોટા નેતાઓ સાથે રાજીનામું આપ્યું હતું. ગુજરાતમાં વિજય રૂપાણીની સાથે ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વનાં દિગ્ગજ નેતાઓ તથા ગુજરાત મંત્રીમંડળનાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ગુજરાતનાં રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. ત્યારે ભાજપ કાર્યકર્તાઓમાં ભારે અફરાતફરી વચ્ચે ભાજપનાં કમલમમાં મોટા નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
ગોરધન ઝડફિયા બનશે CM!
ગણાત્રા પાસે આવેલ માહિતી અનુસાર હવે ગુજરાતની કમાન ગોરધન ઝડફિયાને સોંપી દેવામાં આવે અને તેમને જ CM બનાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. આજે વિજય રૂપાણી રાજીનામું આપી રહ્યા છે તેવી જાણકારી સૌથી પહેલા અકિલાએ આપ્યા હતા.
ત્યારે આગામી મુખ્યમંત્રી ચહેરાને લઈને પણ અકિલાનાં માલિક કિરીટ ભાઈ ગણાત્રાએ ખૂબ મોટો ધડાકો કર્યો છે. ભાજપનાં ધારાસભ્યોમાં ભારે બેચેની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના બધા જ ધારાસભ્યોને આવતીકાલે ગાંધીનગરમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે.
આવતીકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. એવામાં કાલે જ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં બધા જ ધારાસભ્યો સામે નામની જાહેરાત કર્યા બાદ સર્વસંમતિથી મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે.
લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “ગુજરાતી ડાયરો“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…