કોરોના મહામારીને કારણે 2020માં નવરાત્રી થઈ ન હતી. આ વર્ષે હાલના સમયમાં ઓછા કેસ આવાવથી બધાને આશા હતી કે નવરાત્રિ થશે, પરંતુ સમાચાર તો બીજા જ સામે આવી રહ્યાં છે છે, તો ચાલો આજે આપણે જાણીએ આ વર્ષે નવરાત્રિ થશે ક નહીં. ગુજરાતીઓના પ્રિય એવાં ગરબા મહોત્સવ તો ગત વર્ષે બંધ રાખવામાં આવ્યાં હતાં.
પરંતુ આ વર્ષે ગરબા યોજાશે કે નહીં તેના પર દરેક રસીયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ ગુજરાત સહિત દેશના લાખો-કરોડો ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના રંગીલા રાજકોટમાં ગરબા નહીં કરવાનો નિર્ણય આયોજકો દ્વારા લેવામાં આવ્યો છે.
બીજી બાજુ હાલ તો રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે, પરંતુ સંભવિત ત્રીજી લહેરને લઈને એક્સપર્ટો મોટી ચેતવણી દર્શાવી રહ્યા છે. આ તમામ વાતો વચ્ચે ગુજરાતના સૌથી મોટા ગરબાનો તહેવાર ઉજવવા માટે સરકાર પરમિશન આપશે કે નહીં તેની લોકો રાહ જોઈ રહ્યા છે.
હાલ તો રાજકોટમાં આયોજકોએ ગરબા યોજના અંગે નનૈયો ભણ્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે રાજકોટમાં પણ આ વર્ષે નવરાત્રિમાં ગરબા નહિ યોજવા માટે આયોજકોએ નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટમા ગરબા અયોજકોના નિર્ણય પ્રમાણે આ વર્ષે ગરબા યોજવામાં આવશે નહિ.
અર્વાચીન ગરબા આયોજકો દ્વારા એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. 20 વર્ષ કરતા વધુ સમયથી અર્વાચીન ગરબાના આયોજક સુરેન્દ્રસિંહ વાળાનું એક નિવેદન સામે આવ્યું છે. રાજકોટ અર્વાચીન ગરબા આયોજકો કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા જોખમ લેવા માંગતા નથી.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…