બીગ-બીને તેની નાનકડી ભૂલ પડી ભારે- જાહેરમાં માગવી પડી માફી, જાણો સમગ્ર ઘટના એક ક્લિક પર 

189
Published on: 11:17 am, Sat, 16 October 21

બીગ-બીને પોતાની એક ભૂલ પડી ભારે. અમિતાભ બચ્ચન ઘણાં લોકોની મદદ કરે છે. તેઓ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. કોણ બનેગા કરોડપતિમાં પણ તેઓ ખુબ જ સારી ભૂમિકા ભજવે છે. તેઓ મોટા ભાગે ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને પોતાના બ્લોગ પર પોતાની જિંદગી અને દુનિયાદારી સાથે સંકળાયેલી વાતોને શેર કરતા રહે છે.

પરંતુ તેઓ પોતાની પોસ્ટમાં ભૂલ કરી બેઠા હતા જેના કારણે એક પ્રશંસકે તેમનો ક્લાસ લઇ લીધો હતો. આ દશેરા પર તેમણે સોશિયલ મીડિયાથી પોતાના ફેન્સ અને ફ્રેંડ્સને શુભકામનાઓ આપી હતી. સીનિયર બચ્ચનની આ પોસ્ટ પર તેમના એક પ્રશંસકે તેમને 29 વર્ષ પહેલાની એક ભૂલ યાદ અપાવી હતી,

અને કહ્યું કે તેઓ એક મહાન કવિના પુત્ર છે. તેમને એવી કોઇ ભૂલ ન કરવી જોઇએ. પરંતુ તેમા સૌથી ખાસ વાત એ રહી કે બિગ બીએ તે ફોલોઅર્સ પાસે પોતાની ભૂલની માફી માંગી હતી અને કહ્યું કે તેઓ આ ભૂલનો સુધારો કરશે. બિગ બીએ પોતાની ફેસબુક પોસ્ટમાં, ‘દશહેરાની અનેક અનેક શુભકામનાઓ.’

બિગ બીના આ શુભકામના તેમના ફોલોઅર્સ રાજેશ કુમારે ભૂલ શોધીને જવાબ આપ્યો અને લખ્યું, ‘સર! ખુદા ગવાહ’ના એક સિનમાં તમે ‘પેશેવર મુજરિમ’ના સ્થાને ‘પેશાવર મુજરિમ’ બોલતા નજર આવ્યા હતા. તમે એક મહાન કવિના પુત્ર છો. દશાનનની હાર પર બનેલા ‘દશહરા’ ન કે ‘દશહેરા’.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…