કામવાળીઓથી સાવધાન: સુરત ચોરીની આ ઘટના જરૂરથી વાંચો, કેરીના રસમાં ‘ઘેની પદાર્થ’ ભેળવીને..!

634
Published on: 12:01 pm, Thu, 5 August 21

આ સમયમાં છોકરીઓ પણ નોકરી કરવા માટે જાય છે, તો ઘરે તેઓ કામવાળી રાખે છે જેથી કરીને બધું કામ જલ્દીથી પૂરું થઈ જાય, પરંતુ કામવાળા રાખતાં પહેલાં અને તેના પર ભરોસો કરતાં પહેલાં જરૂરથી આ સમાચાર વાંચો. હાલ સુરતમાંથી એક ચોરીનો કિસ્સો આવ્યો છે.

શહેરના વેસુ અને સિટીલાઇટ વિસ્તારમાં માલેતુજારોને ત્યાં નોકરીએ લાગી લાખોના દાગીના ચોરી કરવાના ગુનામાં ઝડપાયેલી બે નેપાળી કામવાળી શાતિર હોવાની સાથે ક્રૂર પણ હતી. વેસુમાં કારખાનેદારને ત્યાં કામ કરતી જૂની કામવાળીને કેરીના રસમાં ઘેની પદાર્થ ભેળવી તેની જિંદગી જોખમમાં મૂકી દીધી હતી. આ કામવાળીને શેઠાણી તેના ઘરે છોડવા ગઇ હતી.

ત્યારે મોકો જોઇ નવી લાગેલી નેપાળી કામવાળી 8.31 લાખના દાગીના ચોરી ગઇ હતી. સિટીલાઇટના વેપારી પથરીથી પીડાતી પુત્રીની ખબર કાઢવા માટે મુંબઇ ગયા ત્યારે તેમને ત્યાં ત્રણ દિવસ પહેલાં લાગેલી બે નેપાળી કામવાળી લાખોના દાગીના ચોરી જવાની ઘટનામાં ખટોદરા પોલીસે સીતા ઉર્ફે સીતલી રતન વિશ્વકર્મા અને ગરિમા ઉર્ફે તારા બલબહાદુર વિશ્વકર્માની ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછમાં આ ટોળકીએ બીજાં ઘરોમાં પણ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. વેસુ વી.આઇ.પી. રોડ ઉપર ફ્લોરેન્સ એપા.માં રહેતાં અને ઉધના મગદલ્લા રોડ ઉપર યાર્ન મેન્યુફેક્ચરિંગનું કારખાનું ધરાવતા તુષાર રજનીકાંત શાહ ઉમરા પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમને ત્યાં ટીનાબેન નામની એક મહિલા ઘરકામ માટે આવતી હતી,

પરંતુ માતા નયનાબેને બીજી કામવાળીની જરૂરિયાત હોવાનું જણાવતાં તેમણે ગત 13મી મેએ સીતા ઉર્ફે શીતલીને નોકરીએ રાખી હતી. એક બંગ્લોમાં ભેટી ગયેલી ગરિમાએ જ તેનો રેફરન્સ આપ્યો હતો. નોકરીએ લાગ્યા પછી 13મા દિવસે જ સીતાએ કળા કરી હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…