કોરોનાકાળ વચ્ચે લોકો જમીનમાં દાટે છે સફેદ રંગના ‘2 અંડરવેર’- આ અજીબ ટુચકાથી કોરોના રહે છે દુર

209
Published on: 6:20 am, Sat, 17 April 21

આ સમયમાં કોરોના ખુબ જ વધી રહ્યો છે અને આ કોરોનાની બીજી લહેર તો ખુબ જ ખતરનાક સાબિત થઈ છે, દુનિયા આખી હાલ કોરોના વાઈરસ મહામારીનો સામનો કરી રહી છે. અને આ મહામારીએ તો કેટલા લોકોને મોતને ઘાટ ઉતારીયા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ છે.

જેઆં લોકો સફેદ રંગના અન્ડરવેર જમીનમાં દાટી રહ્યાં છે. બધાને નવાઈ લાગશે કેમ આવું? આ વાઈરલ થઈ રહેલી તસવીરો સ્વિટ્ઝરલેન્ડ છે જેમાં 2000 અંડરવેરને જમીનમાં ખાડો કરીને દાટવામાં આવી રહ્યા છે. તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે. રિપોર્ટ મુજબ સ્વિટ્ઝરલેન્ડમાં ખેડૂતો અને બાગના માલિક માટીની ક્વોલિટીની તપાસ સંબંધિત એક રિસર્ચ માટે 2 હજાર જેટલા સફેદ અંડરવિયર જમીનમાં દાટી રહ્યા છે.

સ્ટેટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ‘એગ્રોસ્કોપ’ આ અભ્યાસમાં સામેલ વોલેન્ટિયર્સને જમીનમાં દાટવા માટે 2 સફેદ અંડરવેર મોકલી રહ્યા છે. ત્યારબાદ આ અંડરવેરને કાઢીને તેની તપાસ કરવામાં આવશે અને એ જોવામાં આવશે કે આખરે નાના જીવડાએ તેમને કઈ હદે અને કેટલા નષ્ટ કર્યા. ઈકોલોજિસ્ટ અને પ્રોજેક્ટના પ્રમુખ માર્સેલ ફોન ડેય હેઈડનના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારનો પ્રયોગ અગાઉ કેનેડામાં થઈ ચૂક્યો છે. પરંતુ આ સ્તરે નથી થયો.

એ પહેલેથીજ ખબર છે કે ટી બેગ્સને જમીનને દાટીને માટીની હેલ્થ અંગે જાણકારી મેળવી શકાય છે. પ્રયોગ હેઠળ આ અંડરવેરને ઘાસના મેદાન, ખેતરો, અને ઝાડ છોડ નીચે દાટવામાં આવશે. સૌથી પહેલા એક અન્ડરવેરને માટીમાંથી કાઢવામાં આવશે અને તેની તસવીર ખેંચાશે.

તેના એક મહિના બાદ બીજુ અન્ડરવેર બહાર કાઢવામાં આવશે. અંડરવેરને માટીમાંથી બહાર કાઢ્યા બાદ તેના પ્રાકૃતિક રેશાને માટીમાં ભળવાનું વિશ્લેષણ ડિજિટલ રીતે થશે. જો અંડરવેરમાં વધુ કાણા હશે તો તેનો અર્થ એ થયો કે માટી સ્વસ્થ છે.તેની સરખામણી પણ થઈ શકે. અંડરવેરવાળા પ્રયોગની વિશ્વસનિયતાનું પરિક્ષણ કરવા માટે બાદમાં માટીના સેમ્પલ પણ પોતાની સાથે લઈ જઈ શકાશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…