પાણીપુરી ખાવાથી એટ-એટલા ફાયદા થાય છે કે, જાણીને આજથી પહેલા કરતા ડબલ ખાવા લાગશો

478
Published on: 7:17 pm, Mon, 18 October 21

આપણે ગોલગપ્પા, પાણીપુરી, ફુલ્કી અથવા તો પછી પુચકાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ નામ સાંભળીને મોટાભાગના લોકોના મોંમાં પાણી આવી જતું હોય છે ત્યારે જો આપણે સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો સૌથી વધુ ખાવામાં આવતી ચીજ પાણીપુરી છે તેમજ તમામ જગ્યાએ આસાનીથી મળી રહેતી હોય છે. લોકો પાણીપુરી ખાવાનું પસંદ પણ કરતા હોય છે.

પાણીપુરીના ખાટ્ટા-મીઠા પાણીની સુગંધથી તમામ લોકોના મોંમાં પાણી આવી જતું હોય છે પણ શું તમે જાણો છો કે, પાણીપુરી ખાવાથી કેટલાક ફાયદા પણ થાય છે જયારે કેટલાક નુકસાન પણ થાય છે. ખરેખર, પાણીપુરી તમામ શેરીમાં મળી જાય છે. દરેક શેરીમાં સ્વચ્છ પાણી તથા સ્વચ્છતા પૂર્વક પાણીપુરી બનાવવી સંભવ નથી. જેને લીધે ઘણીવાર પાણીપુરી આપણા આરોગ્યને નુકસાન પહોંચાડતી હોય છે.

પાણીપુરી ખાવાથી થતા ફાયદા:

1. વજન ઓછું થાય:
તમે ચોંકી ગયા ને પણ આ વાત એકદમ સાચી છે. તમને જાણ હશે જ કે, પાણીપુરીમાં ધાણા, ફૂદીનાની ચટણી તેમજ કાચી કેરી રહેલી હોય છે તેમજ આની સાથે જ હીંગની મીઠી સુગંધ આવવાથી પાણીપુરી ખાવાની ઈચ્છા થતી હોય છે. માત્ર હીંગ, ઈમલી જ કેમ અન્ય મસાલા પણ નાખવામાં આવે છે. આ પેટને સારું રાખે છે તેમજ તમારા વજનને વધતુ અટકાવે છે.

2. મોંમાં પડેલ ચાંદામાંથી આપશે રાહત:
પાણીપુરીના પાણીમાં જલજીરા, ઈમલી તથા ફૂદીના હોય છે. આ રીતે તીખુ-ખાટુ ખાવાથી પેટમાં ગડબડ થતી નથી. મોંમાં પડેલા ચાંદાનુ પાણી પણ નિકળી જાય છે. બાદમાં જીભમાં પડેલા ચાંદા સુકાઈ જાય છે પણ જો વધુ પાણીપુરી ખાશો તેમજ એનું પાણી પીઓ તો પાણીમાં કેમિકલ હોવાને લીધે ચાંદા વધી પણ શકે છે.

3. મૂડ ફ્રેશ રાખે છે :
ઘણીવાર ગરમીની સિઝનમાં લોકો ગભરાઈ જતા હોય છે તેમજ ઘણીવાર લોકો ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખતા હોય છે. આવા સમયમાં જો તમે પાણીપુરી ખાશો તેમજ બાદમાં પાણી પીશો તો તમારો મૂડ સારો થઇ જશે તેમજ તરસ પણ ખુબ ઓછી લાગે છે.

પાણીપુરી ખાવાથી થતા નુકસાન:
ડાયેરિયા, ડિહાઈડ્રેશન, ઉલ્ટી, ઝાડા, કમળો, અલ્સર, પાચન ક્રિયામાં ગડબડ, પેટમાં હળવો અથવા તીવ્ર દુ:ખાવો, આંતરડામાં સોઝો વગેરે જેવી ફરિયાદો પાણીપુરી ખાવાથી થતી રહે છે. પાણીપુરીના પાણીમાં મીઠાનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે કે, જેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…