બીટનો હલવો બને, તેને બધા સલાડમાં પણ ઉપયોગ કરે છે. બીટ સ્વાસ્થ્ય ,માટે તેમાં પણ લોહીની ઉણપ વાળા લોકો માટે બીટ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આજના આ લેખમાં બીટના ફાયદાઓ વિશે. પુરુષોની મોટાભાગની ખાસ સમસ્યાનો રામબાણ ઈલાજ છે.
પરુષોએ દરરોજ ખાવું જોઈએ
પુરુષોમાં જો ઇરેક્ટાઇલ ડિસફંકશનની સમસ્યા નિયમિત રીતે હાઈ બ્લડ પ્રેશરના કારણે છે તો નિયમિત બીટનું જ્યૂસ પીવાથી તેમાં સુધાર આવી શકે છે. જેથી પુરુષોએ દરરોજ બીટ ખાવું જોઈએ અથવા જ્યુસ પીવું જોઈએ. બીટ અંગે થયેલી એક સ્ટડી પ્રમાણે રોજ એક કપ બીટનું જ્યૂસ પીવાથી બ્લડ પ્રેશર ઓછું રહે છે.
પાચનશક્તિ વધારવામાં ઉપયોગી
પાચન શક્તિ વધારવા માટે પણ બીટ ખાવાનું જણાવવામાં આવે છે કારણ કે તેમાં ફાઇબર પણ હોય છે. આ ઉપરાંત તે પુરુષોના યૌન સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. બીટ ખાવાને લીધે મોટા ભાગની યૌન સમસ્યા દૂર થાય છે.
મહિલાઓ માટે પણ બીટ ફાયદાકારક
બીટ ફૉલેટ એટલે કે ફૉલિક એસિડનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ તત્વ ગર્ભસ્થ શિશુના વિકાસ માટે ઘણું મહત્વપૂર્ણ છે. ગર્ભાવસ્થા દરમિયાન બીટનું સેવન ઘણું ફાયદારૂપ છે. બીટમાં એવા અનેક પોષક તત્વ મળે છે જ ગર્ભવતી મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા બાળક (ભ્રૂણ)ના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ માટે પણ બીટ ફાયદાકારક છે.
અનેક બીમારીઓને રાખે છે દૂર
નસમાં ઑક્સિજનનો સંચાર ઓછો થઈ જાય છે. આ ઉપરાંત શરીરમાં થાક, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. બીટરૂટમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જેથી તે શરીરમાં હીમૉગ્લોબિન વધારવામાં મદદ કરે છે. એનીમિયાના કારણે શરીરમાં હીમૉગ્લોબિન બનવાનું ઘણું ઘટી જાય છે. તેવામાં બીટનું જ્યુસ પીવાથી અથવા બીટ ખાવાથી એનીમિયામાં ફાયદારૂપ થાય છે.
લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “ગુજરાતી ડાયરો“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…