બજારમાં મળતાં કેરીના રસનું સેવન કરતાં હોય તો ચેતી જજો, નહીંતર…

285
Published on: 6:00 am, Tue, 25 May 21

ઉનાળો આવે એટલે ફળોનો રાજા કેરીની બધાને ખુબ જ યાદ આવે. કેરી અને કેરીનો રસ ભાગ્યે જ કોઈકણે પસંદ નઈ હોય બાકી તો કેરી આવે એટલે બધાને મોઢામા પાણી આવી જાય. મોટી કંપનીઓના તૈયાર કેરીના રસનુ સેવન કરતા હોવો તો તમારે ચેતી જવાની ખાસ જરૂર છે.

હાનિકારક કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર દ્વારા કરવામા આવેલ રિસર્ચમાં સામે આવ્યુ છે કે તત્વો અને વધુ પડતી સુગર નંખાતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કેરીનો રસ ખાતા લોકો માટે ચેતવણીરૂપ રિસર્ચ સામે આવી છે. સીઇઆરસી દ્વારા કરવામા આવેલા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સીઇઆરસી દ્વારા કરવામા આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગના તૈયાર રસમાં સુગરનુ પ્રમાણ વધુ છે.

એટલે કે 100 ગ્રામ રસમાં 20 ગ્રામથી વધુનુ સુગર લેવલ જોવા મળ્યું છે. એક વ્યક્તિને દિવસમાં ફક્ત 20 થી 30 ગ્રામ જ સુગરની આવશ્યકતા રહે છે પરંતુ બજારમાં મળતા રસમાં મોટી સંખ્યામાં સુગર લેવલ અને સ્વાસ્થ્ય માટે હાનીકારક એવા ફ્યુટ કલર્સ મળી આવ્યા છે.

સીઇઆરસી દ્વારા 10થી વધુ બ્રાન્ડનુ રિસર્ચ કરવામા આવ્યુ જેમાં મોટાભાગના સેમ્પલમાં પેકેજીંગ ડિટેલ્સમા ખામી, વધુ પડતી સુગર, હાનિકારક દ્વવ્યો સહીતની ખામી સામે આવી છે. આ ઉપરાંત બજારમાં મળતી કેરીની ગુણવત્તા પર પણ રિસર્ચ કરવામા આવ્યુ છે. સીઇઆરસીએ નોંધ્યુ છે જે કેરી પાકી હોય ત્યારે તેના પર કરચલી જોવા મળે તો તે નેચરલી પાકી હોય છે.

જ્યારે પ્રતિબંધીત કાર્બાઇડથી પકવેલી કેરી એકસરખી ચળકતી હોવાનુ માનવામા આવે છે. બજારમાં મળતા તૈયાર કેરીના રસથી હેલ્થને પણ નુકસાન થઇ શકે છે. રિસર્ચમા સામે આવ્યુ છે કે કેરીના રસમાં ડાઇ બેઝ કલર્સ ડેટાઝીન, સનસેટ યલો ઉપરાંત ખરાબ પાણીની માત્રા પણ વધુ પડતી હોવાથી તેની અસર વ્યકિતના હેલ્થ પર પડે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…