ટપ્પુ સાથે ‘અફેર હોવાની’ વાતોથી લાલઘૂમ થઈ ગયાં બબીતાજી, નારાજગી વ્યક્ત કરતાં કહ્યું એવું કે

413
Published on: 11:53 am, Tue, 14 September 21

ટપુ અને બબીતાને ટ્રોલ કર્યા બાદ બબીતા એટલે કે મૂનમૂન દત્તા થઈ ગઈ ક્રોધિત. એવા અહેવાલો હતા કે મુનમુન દત્તા રાજ અનડકટને ડેટ કરી રહ્યા છે, જે તેના કરતા નવ વર્ષ નાનો છે. જ્યારે હવે અભિનેત્રી મુનમુન દત્તાએ તે ખબરો પર પોતાનું મૌન તોડ્યું. મુનમુને એક ઓપન લેટર લખી પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. રાજ અનડકત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુના રોલમાં જોવા મળે છે.

24 વર્ષીય રાજ અને 33 વર્ષની મુનમુનની રિલેશનશીપથી પરિવારને પણ કોઈ વાંધો ન હોવાનો દાવો મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. ખાસ્સા દિવસ સુધી મૌન રહ્યા બાદ મુનમુન દત્તાએ મીડિયા સામે નારાજગી જાહેર કરી છે. મુનમુન દત્તાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એક્ટ્રેસે લખ્યું,

“મીડિયા અને વિશ્વસનીયતા ન ધરાવતા પત્રકારો. તમને કોણે અધિકાર આપ્યો કે તમે લોકોની અંગત જિંદગી વિશેના ‘જાતે ઊભા કરેલા’ અને ‘કાલ્પનિક’ અહેવાલો તેમની મંજૂરી વિના છાપો? તમારી આ વર્તણૂકના કારણે તમે તેમની જિંદગીમાં જે ઉથલપાથલ મચાવો છો તેની જવાબદારી સ્વીકારશો? તમે લોકો ટીઆરપી માટે રડી રહેલી મહિલા કે જેણે પોતાનો પ્રેમી કે દીકરો ગુમાવ્યો છે.

તેને કેમેરામાં કેદ કરવા અંતિમ સંસ્કારમાં દોડી જાવ છો. સનસનાટી ભર્યા આર્ટિકલ કે હેડલાઈન છાપવા માટે તમે કોઈની પણ પ્રતિષ્ઠાનો ભોગ લઈ લો છો પરંતુ તેના કારણે જે-તે વ્યક્તિના અંગત જીવનમાં જે વંટોળ આવે છે તેની તમે જવાબદારી લેશો? જો ના, તો તમને તમારી જાત પર શરમ આવવી જોઈએ.” આટલું જ નહીં રાજ અનડકત સાથેના કથિત અફેર બાદ મુનમુન દત્તા અને રાજને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

ત્યારે એક્ટ્રેસે ટ્રોલ કરનારા લોકો સામે પણ નારજગી વ્યક્ત કરી છે. તેણે બીજી એક નોટ શેર છે જેમાં લખ્યું છે, “સામાન્ય જનતા, મને તમારી પાસેથી સારી આશા હતી પરંતુ તમે લોકોએ કોમેન્ટ સેક્શનમાં જે ગંદકી ફેલાવી છે તેનાથી જ ખબર પડે છે કે આપણો કહેવાતો ભણેલો ગણેલો સમાજ પણ કેટલો પછાત છે. તમારી બે ઘડીની ગમ્મત માટે તમે મહિલાઓને તેમની ઉંમર અને સંબંધો માટે નીચું દેખાડવાનો પ્રયત્ન કરો છો.

તમારી આ મજાકના કારણે કોઈ માનસિક રીતે ભાંગી કેમ ના પડે તમને તેની કોઈ ચિંતા નથી હોતી. 13 વર્ષથી હું મનોરંજન પૂરું પાડું છું પરંતુ મારી માન-મર્યાદા પર કીચડ ઉછાળવામાં તમે 13 મિનિટનો સમય પણ ન લગાવ્યો. એટલે જ હવે જો કોઈ આત્મહત્યા કરે કે ડિપ્રેશનમાં જતું રહે તો પહેલા એક ક્ષણ અટકીને વિચારજો કે ક્યાંક તમારા શબ્દોએ તો તે વ્યક્તિને આ પગલું ભરવા મજબૂર નહોતો કરીને. મને આજે પોતાની જાતને ભારતની દીકરી કહેતાં શરમ આવે છે. ”

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…