દાન કરવામાં ભારતીયોમાં સૌથી અગ્રેસર છે અજીન પ્રેમજી: ગયા વર્ષે દરરોજ કર્યું આટલા કરોડનું દાન, આંકડો જાણીને…

276
Published on: 6:19 pm, Sat, 30 October 21

દાન કરવું ભારતીય સંસ્કૃતિનો એક અગત્યનો ભાગ છે ત્ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. કંપની વિપ્રોના સંસ્થાપક અજીમ પ્રેમજીના નાણા વર્ષ 2020-’21માં કુલ 9,713 કરોડ રુપિયા એટલે કે, અંદાજે 27 કરોડ રુપિયા પ્રતિદિનનું દાન કર્યું છે. આની સાથે જ તેમને પરમાર્થ કાર્ય કરનાર ભારતીયોમાં પોતાના મુખ્ય સ્થાનને જાળવી રાખ્યું છે.

અજીન પ્રેમજી પછી શિવ નાડર બીજા સ્થાન પર રહી ચુક્યા છે કે, જેમણે પરમાર્થ કાર્યો માટે કુલ 1,263 કરોડ રુપિયાનું દાન આપ્યું છે ત્યારે જો એશિયાના સૌથી ધનવાન તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજના પ્રમુખ મુકેશ અંબાણીની વાત કરવામાં આવે તો તેમણે કુલ 577 કરોડ રુપિયાનું યોગદાન આપ્યું છે.

ગૌતમ અદાણી આઠમાં નંબર પર:
અડેલગિવ હુરુન ઈન્ડિયા ફિલૈંથ્રોપી યાદી વર્ષ 2021 પ્રમાણે કુમાર મંગલમ બિરલાએ કુલ 377 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આની સાથોસાથ જ આ યાદીમાં તેમણે ચૌથું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ તેમજ અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીના રાહત કાર્ય માટે 130 કરોડ રુપિયાનું દાન આપ્યું છે.

ટોપ 10માં સામેલ નામ:
જો દાનવીરોની વાત કરવામાં આવે તો ટોપ 10 દાતાઓમાં હિંદુજા પરિવાર, બજાજ પરિવાર, અનિલ અગ્રવાલ તથા બર્મન પરિવારનો સમાવેશ થાય છે ત્યારે ઈન્ફોસિસના સહ સંસ્થાપક નંદન નીલેકણીની રેકિંગમાં પણ સુધારો નોંધાયો છે. વર્ષ 2020-21માં નંદન નીલેકણીએ કુલ 183 કરોડ રુપિયાનું દાન કર્યું છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…