સાવધાન! કોરોનાથી બચવા તમે પણ દેશી રીતથી બાફ લઈ રહ્યાં છો? તો એકવાર જરૂરથી વાંચો આ લેખ નહીંતર

224
Published on: 5:21 am, Thu, 22 April 21

કોરોનાકાળ દરમ્યાન બધા લોકો ગરમ પાણીનો બાફ ખુબ લઈ રહ્યાં છે કારણ કે લોકો કોરોનાથી બચી શકે. પરંતુ આ બીજી લહેર તો ખુબ જ ખતરનાક છે. તો આજે આ સમાચારમાં જાણીશું, બાફ લેવો સ્વાસ્થ્ય માટે સારો છે કે નહી? આવામાં એકવાર ફરી કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે તમામ પ્રકારના ઉપાયો લોકો કરી રહ્યા છે. આવો જ એક દાવો ગરમ પાણીથી બાફ લેવાથી કોરોના સંક્રમણ ખત્મ થઈ જતો હોવાનો છે.

કોરોનાના તમામ દર્દીઓ આ ઉપાયનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં શું સ્ટીમ ઇનહેલેશન અથવા નાસ લેવાથી કોરોનાને રોકી શકાય છે અથવા આની કોઈ સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે? આને લઇને યૂનિસેફ ઇન્ડિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો અપલોડ કર્યો છે.

જેમાં એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવેલો જવાબ તમને ચોંકાવી દેશે. યૂનિસેફ સાઉથ એશિયાના રીઝનલ એડવાઇઝર એન્ડ ચાઇલ્ડ હેલ્થ એક્સપર્ટ પોલ રટરે આ વિડીયોમાં જણાવ્યું કે, આના પુરાવા નથી કે સ્ટીમથી કોવિડ-19 ખત્મ કરી શકાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કોરોનાની સારવાર તરીકે સ્ટીમ લેવાની ભલામણ નથી કરતુ.

સ્ટીમ લેવાના કારણે ખરાબ પરિમાણ આવી શકે છે. બાફ લેવાથી માણસોના ફેફસાની અંદરના લેયર્સને ખરાબ કરી શકે છે.  આના સતત ઉપયોગથી ગળા અને ફેફસાથી વચ્ચેની નળીમાં ટાર્કિયા અને ફેરિંક્સ બળી શકે છે અથવા ગંભીર રીતે ડેમેજ થઈ શકે છે.

આ નળીના ડેમેજ થવાથી માણસને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. એટલું જ નહીં, વાયરસ ઘણી જ સરળતાથી તમારી બૉડીમાં દાખલ થઈ શકે છે. સ્ટીમ લેવાના ખરાબ પરિણામો જાણ્યા વગર આનો ઉપયોગ કરનારાઓને સાવધાન કરવા માટે યૂનિસેફ ઇન્ડિયાએ જાણકારી આપી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…