હથેળીના રંગ પરથી જાણી શકાય છે કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ

284
Published on: 10:47 am, Thu, 10 June 21

આ શાસ્ત્ર દ્વારા વ્યક્તિના મનના હાવ-ભાવ, શારીરિક બનાવટ અને શારીરિક ચિન્હોનું વ્યક્તિના ભવિષ્ય તથા સ્વભાવની જાણ થઇ શકે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર હથેળી ના રંગને જોઇને તે વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યને જાણી શકાય છે. દરેક વ્યક્તિના શરીરની ત્વચાનો તથા શરીરના વિવિધ અંગોનાં રંગ અલગ-અલગ હોય છે, તે જ રીતે વ્યક્તિના સ્વભાવની જાણ તે વ્યકિતના હથેળીના રંગ દ્વારા થઇ શકે છે. આવો તો વ્યક્તિના હથેળીના રંગ દ્વારા જાણીએ વ્યક્તિનો સ્વભાવ.

સફેદ રંગની હથેળી
જે વ્યક્તિની હથેળીનો રંગ સફેદ હોય તે વ્યક્તિ સ્વભાવે શાંત હોય છે. આ પ્રકારની હથેળીનો રંગ ધરાવતી વ્યક્તિ કોઇપણ કાર્ય કરવા માટે ઉત્સાહિત હોતા નથી. સામાન્ય રીતે જો હથેળીનો રંગ સફેદ હોય તો માનવામાં આવે છે, તે વ્યક્તિના શરીરમાં લોહીની ઊણપ દર્શાવે છે. સ્વચ્છ સફેદ રંગ આધ્યાત્મિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ વ્યક્તિઓ સામાન્ય રીતે એકલા રહેવું જ પસંદ કરે છે.

લાલ રંગની હથેળી
આ વ્યક્તિને હથેળીના ભાગ પર પરસેવો પણ વધારે થાય છે, જે તેમના મનના મેલને દર્શાવે છે. સામાન્ય રીતે લાલ રંગની હથેળી વાળા વ્યક્તિ મોટા કામ કરે છે, જો હથેળીનો રંગ લાલ હોય તો તે વ્યક્તિ ક્રોધી સ્વભાવના, અદૂરદર્શિતા, અવિશ્વાસી અને શંકાળુ મિજાજના હોય છે. તેમને શારીરિક મહેનત કર્યા વિના સરળતાથી દરેક કામમાં સફળતા મળે છે.

હથેળીમાં કાળા ધબ્બા
હથેળીમાં કાળા ધબ્બા હોય તો તે જાતક દુષ્પ્રવૃત્તિ કરનાર હોય છે, એટલે કે જીવન અસફળતાઓથી ભરેલું હોય છે. આ પ્રકારની હથેળી ધરાવનાર લોકોને કોઇ ને કોઇ પ્રકારનો નશો કરવાની ટેવ હોય છે. આ વ્યક્તિના જીવનમાં સુખ-સુવિધાઓનો અભાવ રહ્યાં કરે છે.

હથેળીનો પીળો રંગ
પીળા રંગની હથેળીવાળી મહિલાઓની તરફ પુરુષનું આકર્ષણ ઝડપથી થઇ શકે છે. જો પુરુષની હથેળીનું રંગ પીળો હોય તો તે કોઇપણ મહિલા તરફ ઝડપથી આર્કિષત થાય છે. જે વ્યક્તિના જીવનમાં લોહીની ઊણપ હોય અથવા તો કોઇ ને કોઇ રોગથી પીડિત હોય તો, મંદબુદ્ધિ, કર્મહીન, અસ્વસ્થ એટલે કે તેમને જીવનમાં અસફળતાનો સામનો કરવો પડે છે.

ગુલાબી રંગની હથેળી
જે લોકોની હથેળીનો રંગ ઘાટ્ટો ગુલાબી હોય તો તે શાહી સુખ પ્રાપ્ત કરનાર હોય છે. આ વ્યક્તિના જીવનમાં સુખ, સમુદ્ધિ અને ધન વર્ષા થાય છે. હથેળીનો રંગ ગુલાબી હોય તો વ્યક્તિનું સ્વસ્થ, પ્રેમ, દયા, કરુણાનું સાગર, સહૃદય, શાલીન, મહેનતુ, ભાવુક, ઉન્નતિશીલ, ઉચ્ચ આદર્શ વિચાર ધરાવનારા અને જીવન જીવનારા હોય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…