કોરોના મહામારી વચ્ચે આવ્યા બીજા ચિંતાજનક સમાચાર, ભારતમાં એસિડ વર્ષા થવાની સંભાવના

179
Published on: 4:54 am, Mon, 19 April 21

ભારતમાં અને દુનિયામાં ઘણી એવી આફતો આવી છે, ઘણી વાર ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અથવા કોરોના જેવી મહામારી, તો આ કોરોનાકાળ વચ્ચે ભારત પર હજુ બીજી આફત આવશે તેવી શંકા છે. તો આજે આપણે આ સમાચારમાં જાણીએ.

મધ્ય અમેરિકા પાસે આવેલા અને વેસ્ટ ઈન્ડિઝ તરીકે ઓળખાતા ટાપુ સમુહના સેન્ટ વિન્સેન્ટ ટાપુ પરનો લા સુફિએર જ્વાળામુખી 10મી એપ્રિલથી સક્રિય થયો છે. વેસ્ટ ઈન્ડીઝ ટાપુ સમુહ પર ફાટેલા જ્વાળામુખીમાંથી ફેંકાયેલો ઝેરી વાયુ સલ્ફર ડાયોક્સાઈડ ભારતના આકાશ સુધી પહોંચ્યો છે. તેના પેટાળમાંથી લાવા બહાર નીકળી રહ્યો છે.

અને સલ્ફરડાયોક્સાઈડ સાથે ધૂળ-રાખના વાદળો આકાશમાં ઉંડે ઉડતા દેખાઇ રહ્યા છે. જ્વાળામુખીની રાખ-ધૂળમાં સલ્ફર ડાયોક્સાઈડનું ભરપૂર પ્રમાણ હોય છે. સલ્ફર ઝેરી વાયુ છે. હવા સાથે આ વાયુ પ્રસરી રહ્યો છે. વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે વાયુ ભારતના આકાશ સુધી પહોંચી ચૂક્યો છે. આ વાયુ હવાને વધારે પ્રદૂષિત કરશે અને જો વાયુ આકાશમાં હશે એ દરમિયાન જ વરસાદ આવશે.

તો પછી એસિડ વરસાદ થશે. સલ્ફર હવામાં ભળે ત્યારે એસિડ સાથેનો ઘાતક વરસાદ પડતો હોય છે. સીધી લીટીમાં અંતર ગણીએ તો કેરેબિયન ટાપુ સમુહ ભારતથી 15 હજાર કિલોમીટર દૂર છે. પણ ત્યાંની કુદરતી હોનારતની અસર આપણા સુધી પહોંચી છે. અત્યારે સક્રિય થયેલો આ જ્વાળામુખી ડિસેમ્બર 2020માં સક્રિય હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…