જાણો કડવા કુળની કુળદેવી મા ઉમિયાનો અનોખો અને રસપ્રદ ઈતિહાસ, દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના થાય છે પૂર્ણ

388
Published on: 1:15 pm, Sun, 10 October 21

આજે અમે તમને કડવા કુળની કુળદેવી મા ઉમિયાનો ઇતિહાસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. પૌરાણિક ગાથા અનુસાર મા ઉમિયાને પાર્વતીનું સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રાચીનકાળમાં ભગવાન ભોલેનાથ દ્વારા સ્વહસ્તે પોતાના પટરાણી દેવી શ્રી મા ઉમિયાજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી તે સ્થાન ઉમિયાપુરીના નામથી ઓળખાતુ હતુ.

જણાવી દઈએ કે, જ્યારે કાર્તિકેયના લગ્નની જાન ઐરાવતી નદીને કાંઠેથી પસાર થતી હતી, ત્યારે કેટલાક દેવી-દેવતાઓએ પાર્વતીજીના નાના પુત્ર ગણપતિજીના દેખાવની મજાક ઉડાવી હતી. જેથી ગણપતિ બાપા ઐરાવતી નદીને કાંઠે રિસાઈને બેસી ગયા હતા. જોકે, જાન આગળ વધતા પાર્વતીજીને ગણપતિ ન દેખાતા તેમને ચિંતા થઈ અને તેઓ પણ ઊંઝા ખાતે રોકાઈ ગયા હતા.

આ દરમિયાન, કાર્તિકેય ભગવાનની જાન સિદ્ધપુર મુકામે પહોંચી હતી. આમ દંતકથા અનુસાર ઊંઝાથી લગભગ 3-4 કિ.મીના અંતરે ઐઠોરમાં ગણપતિ બાપાનું મંદિર આવેલું છે. જ્યારે ઊંઝા મા પાર્વતીનું બીજું સ્વરૂપ એટલે કડવા કુળની કુળદેવી મા ઉમિયાનું મંદિર ઉંઝામાં આવેલું હોવાનું કહેવાય છે.

ઈતિહાસ અનુસાર, આ મંદિરનું ઈ.સ. 156 સંવત 212માં નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ પાટીદાર સમાજ આ મંદિરમા પૂજા કરે છે. મા ઉમિયા માતાના મંદિરમાં પૂનમના દિવસે હજારો ભક્તોની ભીડ ઉમટે છે. મંદિરે જમવા-રહેવાની તમામ સગવડો પણ અહીં મળી રહે છે. જાણવા મળ્યું છે કે, આ મંદિર ટ્રસ્ટ દ્વારા અમુક ચાર્જ લઈ ભક્તોને સવાર-સાંજ જમવાનું મળી રહે છે. કડવા કુળની કુળદેવી મા ઉમિયાનું આ મંદિર ધાર્મિક સ્થળની સાથે-સાથે સેવાકીય સંસ્થા તરીકે પણ ખૂબ જ જાણીતું હોવાનું કહેવાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…