વિશ્વના અનેક રહસ્યમય મંદિરોમાંનું આ એક મંદિર છે મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક ઐઠોર ગામનું ગણપતિ બાપાના ચમત્કારિક મંદિર. આ ઐઠોરના ગણપતિ બાપાના મંદિરની ઘણી દંતકથાઓ પણ જોડાયેલી છે. જણાવી દઈએ કે, આ મંદિર 1,200 વર્ષ જૂનું છે. આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ પાંડવ યુગની છે.
એવું કહેવાય છે કે, પ્રાચીન કાળમાં દેવરાજ ઈન્દ્રના લગ્ન હોવાથી જાન જોડાઈ હતી. પરંતુ, વાકી સૂંઢવાળા ગણેશજીને તેમના દેખાવને કારણે તેમને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. ત્યાં જાન ઐઠોર-ઊંઝા વચ્ચે આવેલ સોમનાથ મહાદેવના મંદિર નજીક પહોચી ત્યારે ગણેશજીના કોપને કારણે જાનમાં જોડાયેલા તમામ રથ ભાગી ગયા હતા.
આ મંદિરમાં સ્થાપિત ગણેશજીની ભાગ્યે જ જોવા મળતી એવી પ્રતિમા રેણુમાંથી બનાવેલી ડાબી સુંઢવાળી છે. જે દેવોએ માટીના પિંડમાંથી બનાવી હોવાથી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમના દિવસે અહી ભવ્ય શુકન મેળો ભરાય છે. જેમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડે છે. આ ઉપરાંત, દર મહિનાની કૃષ્ણપક્ષની ચોથના દિવસે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…