ડુંગરપુરમાં આવેલા 355 વર્ષ જુના માં ખોડીયાર મંદિરના પ્રાચીન ઈતિહાસ વિશે જાણો

151
Published on: 4:44 am, Sun, 7 March 21

માં ખોડલના ઘણા પરચા છે, માં સક્ષાત દેવી છે. માં ખોડીયાર તેના ભક્તોની સાથે હંમેશા રહે છે. શક્તિ ઉપાસના દરેક મનુષ્યના જીવન આનંદનુ રહસ્ય છે. શક્તિ ની ઉપાસના કરવાથી મનુષ્યની બધી જ ઈચ્છાઓ ની પૂર્તિ થાય છે. માં શક્તિ ને જુદા-જુદા રૂપો મા પૂજવામા આવે છે. આવા જ વિવિધ રૂપોમાંથી એક છે માં જગદંબા ખોડીયાર.

માં ખોડિયાર નો ઇતિહાસ ઘણા વર્ષો જૂનો છે. તેમજ માં ખોડિયાર ને ચારણ આઈ પણ કેહવામા આવે છે. આ સાથે માં ખોડીયાર ના ઘણા મંદિરો આપણા ગુજરાત મા સ્તિથ છે. ગુજરાત સિવાય માં ખોડીયાર ના ધામ રાજસ્થાન ની ધરતી ઉપર પણ જોવા મળે છે. એમા પણ જો ગુજરાત ની વાત કરવામા આવે તો માં ખોડિયાર ના વધુ પડતા મંદિરો વાગડ ના અંચલ થી જોડાયેલા છે.

આ અંચલ નો અર્થ થાય છે ગ્રામીણ સંસ્કૃતિ એટલે કે ગ્રામીણ સંસ્કૃતિ થી જોડાયેલ છે. આથી જ આ ગુજરાત નો વાગડ વિસ્તાર ગુજરાત ના સંગમ સ્થાન અને તેનો દક્ષિણી છોડ રાજસ્થાનના વાગડ વિસ્તાર થી જોડાયેલ છે જેથી અહિયાં માં ખોડિયારને પૂજવામા આવે છે. આજ ના આ લેખમાં વાત કરવી છે એવા જ એક મંદિર વિશે કે જે ડુંગરપુર મા આવેલ છે અને એવું પણ માનવામા આવે છે કે અહિયાં આવેલ મંદિર સૌથી જુનુ મનાય છે. હાલ ના દર્જીવાડા વિસ્તારને પેહલા સૂરજપુર ગણાતા જગ્યા પર મા મંદિર સ્થિત છે.

અને તેને આજ થી લગભગ 355 વર્ષ જૂનુ મનાવામા આવે છે. આ મંદિરને આ વાગડ વિસ્તાર નુ સૌથી જુનુ મંદિર માનવામા આવે છે. એવું મનાય છે જે અહિયાં ના મહારાવલ ગિરિધરદાસ ના સમય દરમિયાન વિક્રમ સંવત 1717ની આસો સુદ ને આઠમ એટલે ઇ.સ. 1660 ના દિવસે સાવ ખુલ્લા ચબૂતરા પર માતા ની મુર્તિ પ્રતિષ્ઠીત કરવામા આવી હતી.

ત્યારબાદ ઇ.સ. 1928 મા પન્નાલાલ જી. દોશી દ્વારા અહિયાં મંદિર નુ નિર્માણ કાર્ય કરાવવા મા આવ્યું હતું. તેમના આ ભક્તિ ભાવ થી તેમના ઘર મા સુખ-સમૃધ્ધિ, યશ તેમજ વંશ મા વધારો થયો. ત્યાર પછીથી લઈને આજ સુધી તેમના પરિવાર આ માતાના મંદિર સાથે સંકળાઈ ગયા અને રોજ માં ની સેવા પૂજા કરવી અને મંદિર ના ફરી સમારકામ ચાલુ કરવામા આવ્યું.

તેમજ ઇ.સ. 1965 મા આ જગ્યા પર દર્જી, પંચાલ અને સોની સમાજ દ્રારા ગરબા મહોત્સવ નુ આયોજન કરવામા આવે છે. આ મંદિર મા સ્થાપિત માં ખોડિયાર ને ત્યાં ના લોક દેવી તો માનવામા આવે જ છે પણ સાથોસાથ તે ત્યાં ના રાઠોડ વંશની કુળદેવી પણ છે. માતાના નોરતા સમયે અહિયાં મંદિર ને વિશેષ રીતે શૃંગારવામા આવે છે. હાલ અત્યારે ફરી આ મંદિર નુ સમારકામ હાથ ધરવામા આવ્યુ છે.

અહિયાં ભરતપુરીના પત્થરો નો ઉપયોગ કરી ને બનાવેલ સુંદર શિલ્પ ના ઝરોખા મંદિર ની શોભા મા વૃદ્ધિ કરે છે. અહિયા થતા ગરબા આશરે 53 વર્ષ જુના માનવામા આવે છે અને અહિયાં નુ ગરબી મંડળ પણ ત્યારથી જ સ્થાપિત થયેલુ મનાય છે. એટલે આ ગરબી મંડળ ને ડુંગરપુર મા સૌથી પ્રાચીન ગરબી મંડળ નુ બીરુધ્ધ પણ આપવામા આવ્યું છે. ઘણા વર્ષો પેહલા આ દર્જીવાડા ને સૂરજપુર નામે ઓળખવામા આવતુ હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…