અજય દેવગણ, અક્ષય કુમાર અને સલમાન ખાન સહીત 38 અભિનેતાઓ સામે FIR થઈ દાખલ- જાણો સમગ્ર મામલો એક ક્લિક પર

371
Published on: 7:16 am, Wed, 8 September 21

બોલીવૂડ પર કયું ગ્રહણ લાગ્યું છે કોઈને ખબર નથી પડતી, તેના પર લોકડાઊન બાદ એક પછી એક મહાસંકટો આવતાં રહે છે. કેટલા સારા-સારા અભિનેતાઓના મૃત્યુ તો ઘણાં બીજા પ્રોબ્લામ્સ. આ વખતે પણ આવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં સલમાન ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણ સહિત 38 ફિલ્મ સ્ટાર્સ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

બાકીના ફિલ્મ સ્ટાર્સમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના કલાકારો પણ સામેલ છે. આ કેસ દિલ્હીના વકીલ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો વાસ્તવમાં વર્ષ 2019 સાથે જોડાયેલો છે. ત્રણ વર્ષ પહેલા હૈદરાબાદમાં એક બળાત્કારનો કેસ બન્યો હતો. આ કેસમાં છોકરી પર 4 લોકોએ ગેંગરેપ કર્યો હતો. આ પછી પીડિત યુવતીને જીવતી સળગાવી દેવામાં આવી હતી.

આ સમાચાર આવ્યા બાદ આખા દેશમાં હંગામો મચી ગયો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર પીડિતાની તરફેણમાં અવાજ ઉઠાવ્યો. દોષિતો સામે પગલાં લેવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ઘણા ફિલ્મી હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર આ બળાત્કાર કેસમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

આ કલાકારોમાં બોલિવૂડની સાથે દક્ષિણ ભારતીય ફિલ્મો સાથે સંકળાયેલા ઘણા મોટા કલાકારોનો પણ સામેલ હતા. આ કલાકારોએ પોતાનો મત રાખતી વખતે એક ભૂલ કરી હતી. તેમને આક્રોશ અને દુઃખ વ્યક્ત કરતી વખતે પીડિતાની ઓળખ જાહેર કરી દીધી હતી. ભારતીય કાયદા મુજબ બળાત્કારના કેસની પીડિતાની ઓળખ જાહેર કરવીએ ગુનો છે.

ગૌરવ ગુલાટીએ આ મામલે કહ્યું છે કે સ્ટાર્સ સામાન્ય લોકો માટે એક મિસાલ હોય છે. પરંતુ આ સ્ટાર્સ પોતે પીડિતાની ઓળખ છતી કરી. અરજી દાખલ કરતી વખતે ગૌરવએ આ સ્ટાર્સની ધરપકડ કરવાની માંગ કરી છે. આમ કરવા માટે નિયમો મુજબ સજાની જોગવાઈ છે. આ અંગે દિલ્હી સ્થિત વકીલ ગૌરવ ગુલાટીએ આ 38 સ્ટાર્સ સામે કેસ દાખલ કર્યો છે. દિલ્હીના વકીલ ગૌરવ ગુલાટીએ આ સ્ટાર્સ સામે કેસ દાખલ કર્યો છે.

આ મામલે જે મોટા સ્ટાર્સ સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમાં અજય દેવગણ, અક્ષય કુમાર, સલમાન ખાન, અનુપમ ખેર, રકુલપ્રીત સિંહ અને ફરહાન અખ્તર જેવા મોટા નામ સામેલ છે. ગૌરવે સબ્જી મંડી પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 228A હેઠળ કેસ નોંધીને તીસ હજારી કોર્ટમાં અરજી કરી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…