ખુશ-ખુશાલ પરિવારની વૃદ્ધ મહિલાએ કરી લીધો આપઘાત- કાળજું કંપાવી નાખે તેવી વાંચો સ્યુસાઈડ નોટ

3095
Published on: 4:14 pm, Sat, 25 September 21

આત્મહત્યાના કિસ્સાઓ ભારતમાં ખુબ જ વધી રહ્યાં છે, યુવા પેઢીઓ થોડુક પણ દુઃખ સહન કરી શકતાં નથી, કઈ ભૂલ થાય એટલે તરત જ લોકો આત્મહત્યા કરે છે પરંતુ આજના આ લેખમાં એક વૃદ્ધાની દુઃખભરી વાત જાણીશું. હાલમાં એક બનાવ નજરે ચડ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

તે વૃધ્ધાનુ નામ આનંદીબેન બાબુભાઈ પોલ જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ વસ્ત્રાલ તળાવ નજીક અવાવરુ જગ્યા પર એક વૃધ્ધાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. વૃધ્ધાની લાશ એવી હાલતમા મળી આવી હતી કે, શરૂઆતમાં હત્યા હોય તેવું પોલીસને લાગી રહ્યું હતું.

પરંતુ પોલીસની પ્રાથમીક તપાસમા આત્મ હત્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમા જાણવા મળ્યું હતુ કે, વસ્ત્રાલ મા રહેતા તેજેન્દ્ર ક્રિસ્ટલમાં વૃધ્ધ મહિલાનુ નામ આનંદીબેન બાબુભાઈ પોલ હતુ અને તેની ઉમર 63 વર્ષની હતી. તારીખ 7 ના રોજ આનંદની બહેને ઘર છોડીને ચાલ્યા ગયા હતા.

અને ઘર છોડવા પાછળનું કારણ તેની બીમારી હતી. આ ઉપરાંત તેમને સ્યુસાઈડ નોટમા જણાવ્યું હતું કે, હુ બીમારીની દવા ખાઈને કંટાળીને આપઘાતનું પગલું ભરું છું. આ માટે અન્ય કોઈ જવાબદાર નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વૃદ્ધ મહિલા આનંદીબેન જંતુનાશક દવા પી આપઘાત કર્યો હતો. પરંતુ પીએમ રિપોર્ટ અને એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટનાની હકીકત જાણવા મળી શકે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…