તારાપુર પાસે સુરતથી જતી ઇકો-વાન અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત ઘટના સ્થળે જ થયો લાશોનો ઢગલો, જાણો સમગ્ર ઘટના એક ક્લિક પર

1031
Published on: 4:22 am, Wed, 16 June 21

રાજ્યમાં વધતા જતા રોડ અકસ્માતો વચ્ચે આજે બુધવારનો દિવસ ગોજારો સાબિત થયો છે. એવું ભયાનક અકસ્માત થયું કે જાણીને તમારી આંખ માંથી આંસુ સારી પડશે. આણંદના તારાપુર હાઈવે પર મનને વિચલિત કરી દે તેવો એક અકસ્માત થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં ઘટના સ્થળે જ 10 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

આજે વહેલી સવારે તારાપુર હાઈવે પર ઈન્દ્રાજ પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ટ્રક બેકાબૂ થતાં ઈકો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર 10 લોકોના મોત થયા છે.

અકસ્માતને પગલે અહીં ટ્રાફિકજામ થયો છે. ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતાં ગાડીમાં સવાર તમામ લોકોનાં મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જોકે હાલ આ પરિવાર કોણ છે એની માહિતી મળી નથી. ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો .

અને તમામ મૃતકોને તારાપુર રિફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ગત મહિને 21 મેના રોજ પાલનપુર તાલુકાના રતનપુર પાસે લગ્નપ્રસંગથી પરત આવી રહેલા પરિવારને કાળ ભરખી ગયો હતો. મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 4 લોકોને ઇજા પહોંચતાં સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…