ઓમિક્રોનના હાહાકાર વચ્ચે ગુજરાતના શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્યણ- જાણો શું ફરી શાળા-કોલેજો થઈ જશે બંધ?

1020
Published on: 11:43 am, Mon, 20 December 21

અમદાવાદ શહેરની ચાર સ્કૂલોમાં મળીને કુલ 6 ઓમિક્રોન કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 35 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયાનું બહાર આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 15 વિદ્યાર્થીઓને કોરોના થયો છે. તેમ છતાં કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને કોરોના થયો હોવાની માહિતી છુપાવી રહ્યું છે.

આગામી સમયમાં શાળાઓમાં સંક્રમણ ફેલાવાની શક્યતા સેવાઇ રહી છે. અમદાવાદના છારોડી વિસ્તારની નિરમા સ્કૂલમાં ત્રણ અને થલતેજની ઉદગમ સ્કૂલમાં એક મળી કુલ 4 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેથી સ્કૂલ તંત્ર દ્વારા ડીઈઓનું ધ્યાન દોરતા તાકીદે સ્કૂલોને ઓફલાઈન શિક્ષણ માટે બંધ રાખવાનો આદેશ અપાયો હતો.

ગુજરાતમાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે શિક્ષણકાર્ય ચાલુ રહેશે. જેમાં તમામ શાળાઓને રાજ્યના શિક્ષણ વિભાગે પત્ર દ્વારા જાણકારી આપી છે. તેમાં ધો – 1થી 12નું શિક્ષણ ઓનલાઈન ઓફલાઈન ચાલુ રહેશે તથા વિદ્યાર્થીઓને લક્ષણ દેખાય તો આરોગ્ય કેન્દ્ર જવા સૂચના આપવામાં આવી છે. જો કે શાળાના જ આધારભૂત સુત્રોના જણાવ્યા પ્રમાણે બોડકદેવની અમદાવાદ ઇન્ટરનેશન સ્કૂલના એક બાળકને એક મહિના પહેલા કોરોના થયો હતો.

જ્યારે શિલજની આનંદનિકેતન સ્કૂલમાં પણ એક સપ્તાહ પહેલા એક બાળક કોરોનાથી સંક્રમિત થયો હતો. આમ અમદાવાદમાં 6, સુરતમાં 15, રાજકોટ શહેરમાં 4, વડોદરા, બનાસકાંઠામાં 2-2 વિદ્યાર્થી, નવસારી, જામનગર, દેવભુમિ દ્વારકા અને કચ્છમાં 1-1 વિદ્યાર્થી સંક્રમિત થયા છે. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવતા કહ્યું હતું કે, શાળાઓના વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસોમાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે.

જેના લીધે શાળાઓ બંધ કરવાની માંગ થઈ રહી છે. તેને આડકતરી રીતે નકારતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવશે. જરૂર પડશે તો નિયમોનો કડકાઈથી અમલ કરવામાં આવશે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના આદેશના પગલે શિક્ષણ વિભાગ રવિવારે પણ ચાલુ રાખવામાં આવ્યો હતો અને રાજ્યની તમામ સ્કૂલો માટે તાત્કાલિક એક પરિપત્ર જાહેર કરીને શાળાઓને તકેદારી માટે કયાં પગલા ભરવા તેની પણ સૂચના આપી દેવામાં આવી હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…