અંબાલાલ પટેલે કરી આગાહી: ગુજરાતમાં અગામી 48 કલાક તોફાની પવન સાથે આ વિસ્તારોને ધમરોળશે વરસાદ

1083
Published on: 5:15 am, Tue, 8 June 21

રાજ્યમાં બફારાનું પ્રમાણ ઘણું જ વધી રહ્યું છે ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતનાં કેટલાક ભાગોમાં તારીખ 11થી 13 જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ શકે છે. ત્યારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે.

આગામી 48 કલાકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં 30થી 40 કિ.મીની ઝડપે તોફાની પવન સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે પણ અસહ્ય ઉકળાટ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ બંધાયો હતો.

જેના કારણે હજી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે છૂટાછવાયા સ્થળોએ ઝાંપટાથી લઈ દોઢ ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. સોમવારે બપોર પછી વરસાદી માહોલ સાથે ભાવનગરના જેસરમાં દોઢ, તળાજામાં એક, કોટડાસાંગણીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો,

જ્યારે જસદણ, ગારીયાધારમાં હળવા ભારે ઝાપટા પડ્યા હતા. સાંજે 4 વાગ્યાની આસપાસ જસદણમાં જોરદાર ઝાપટું વરસી જતાં ગામમાં પાણી ભરાયા હતા, જ્યારે સાંજના 6 વાગ્યા બાદ કોટડાસાંગણીમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ ત્રાટક્યો હતો અને અડધો ઈંચ વરસાદ પડતા ગામમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી,

આગામી 48 કલાકમાં રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, જૂનાગઢમાં 30-40 કી.મીની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 10 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમના કારણે છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ થઇ ગુજરાતમાં વરસાદ થશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…