આંબાલાલ પટેલે કરી આગાહી: ગુજરાતમાં અગામી પાંચ દિવસ ગાજવીજ સાથે આ વિસ્તારોમા આવશે ધોધમાર વરસાદ

781
Published on: 4:53 am, Mon, 14 June 21

ભીમ અગિયારસ આવે ત્યાં તો સૌરાષ્ટ્રમા વાવણી ચાલુ થઈ જાય છે અને વરસાદનું પણ આગમન થઈ જાય છે. ચોમાસાની ઋતુના ચાર માસ પૈકી જેઠ માસના પ્રારંભ સાથે જ આંબાલાલ પટેલે પણ આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. અમદાવાદમાં વરસાદની કોઈ આગાહી નથી.

ઉલ્ટાનું ભેજના ઉંચા પ્રમાણના કારણે લોકો પરસેવે રેબઝેબ બની ગયા છે. અસહ્ય ઉકળાટ અને બફારાના કારણે લોકોને મુંઝારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.

જ્યારે બાકીના વિસ્તારમાં અને કચ્છમાં વાતાવરણ સુક્કું રહેશે. પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાશે. બફારાથી છૂટકારો મેળવવા લોકો મોટી સંખ્યામાં હરવા ફરવા નીકળી પડયાં હતા. ઘણા સમય બાદ ઠંડા પીણા અને આઈસ્ક્રીમના વેપારીઓને ત્યાં પણ થોડી થોડી ભીડ જોવા મળી રહી છે.

પાંચ દિવસ વરસાદની આગાહી
તા.14- હળવાથી ગાજવીજ સાથે મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ. તા.14થી 15- ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, પોરબંદર અને જુનાગઢ. આમ અગામી પાંચ દિવસ વરસાદ રહેશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…