હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરીએકવાર કરી મોટી આગાહી- આ તારીખથી ગુજરાતમાં શાંત થશે વરસાદનું જોર

2043
Published on: 5:31 pm, Tue, 14 September 21

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે રાજ્ય સરકાર દ્વારા NDRF અને SDRFની ટીમને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

ત્યારે હજુ ચાર દિવસ સુધી ગુજરાતને વરસાદમાંથી રાહત નહીં મળે. હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે કહ્યું છે કે અગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી 3-4 દિવસ એટલે કે 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

રાજ્યના જુનાગઢ, જામનગર અને રાજકોટ અનરાધાર વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ભાદરવો વરસાદથી ભરપૂર રહેવાની સાથે 98% વરસાદ વરસાવવાની ગાંધીનગરના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

જે મુજબ આગામી તારીખ 15,17ના રોજ સારો વરસાદ થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ રિસામણાં કરી લેતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારે નક્ષત્ર આધારિત ગણતરી કરીને વરસાદની આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના દક્ષિણ, સૌરાષ્ટ્ર વિસ્તારના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

બંગાળના ઉપસાગર અને અરબ સાગરનું વહન સક્રિય થતું ન હતું, હવાનું દબાણ આ પહેલા નહોતા પરંતુ હવે સક્રિયતા વધી છે. આ વર્ષે ભાદરવો વરસાદથી ભરપૂર રહેવાની વાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદમાં રવી પાકો સારા થવાની શક્યતા છે. આમ આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ 19 સપ્ટેમ્બરથી વાતાવરણ એકદમ થઈ જશે સાફ અને વરસાદમાં આવી જશે કંટ્રોલમાં.