અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: ગુજરાતના આ વિસ્તારોમાં અગામી પાંચ દિવસ સુધી વરસશે ભારેથી અતિભારે વરસાદ

1340
Published on: 11:04 am, Fri, 16 July 21

ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતણે ધમરોળે તેવો વરસાદ આવી ગયો હતો, હાલ અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી તથા સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ભારે વરસાદની આશંકાને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગની આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇને જરોદની છઠ્ઠી બટાલીયનની 10 ટીમો તમામ સાધનો સાથે સજજ કરી તૈનાત કરાઇ છે.

જેમાં ગુજરાતનાં આઠ જિલ્લા અને રાજસ્થાનના બે જિલ્લાનો સમાવેશ થાય છે. વડોદરા ખાતેની છઠ્ઠીથી બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું હતું કે, ગુજરાતના 8 જિલ્લાઓમાં અને રાજસ્થાનના બે જિલ્લાઓમાં કુલ 10 ટીમો તૈનાત કરાઇ છે. આ પ્રત્યેક ટીમમાં 25 તાલીમબદ્ધ અને બચાવ રાહતમાં કુશળ જવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, સોમનાથ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં આઠ ટીમો પહોંચી ગઇ છે. જ્યારે બે ટીમો રાજસ્થાનના કોટા અને ઉદેપુર ખાતે મોકલાઇ છે. આફ્તો સમયે આ ટીમો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચના પ્રમાણે કામ કરશે. જે વાવાઝોડું અને પૂર જેવી આફ્તોમાં લોકોને ઉગારવાની કુશળતા ધરાવે છે. સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.

બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 20.09 ટકા વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો ગઈકાલ સુધીમાં કુલ 19.31 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યારસુધીની સીઝનનો સરેરાશ 23.29 ટકા વરસાદ થયો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…