બાળકોનાં લાંબા આયુષ્ય અને સુખાકારી માટે મહિલાઓ કરે છે અહોઈ આઠમનું વ્રત- જાણો પૂજાવિધિ

113
Published on: 3:42 pm, Wed, 27 October 21

મહિલાઓ અનેકવિધ વ્રતોનું પાલન કરતી હોય છે ત્યારે સંતાનના ખુબ સારા સ્વાસ્થ્ય તથા લાંબ આયુષ્ય માટે અહોઈ આઠમ વ્રત 28 ઓક્ટોબરને ગુરુવારના દિવસે કરવામાં આવશે. આ દિવસે માતા પાર્વતીની પૂજા કરવામાં આવતી હોય છે. સ્ત્રીઓ સૂર્યોદય અગાઉ જાગીને વ્રતનો સંકલ્પ કરે છે.

બાદમાં આખો દિવસ વ્રત રાખીને સાંજે સૂર્યાસ્ત બાદ માતાની પૂજા કરવામાં આવે છે. પછી જ વ્રતની પુર્ણાહુતી થાય છે. આ વ્રત સંતાનના ખુબ સારા સ્વાસ્થ્ય તથા લાંબી ઉંમર માટે કરવામાં આવે છે. આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

અહોઈની માળા:
મોટાભાગની જગ્યાએ નાના બાળકોના ગળામાં માતા અહોઈની માળા પહેરાવવામાં આવે છે કે, જે દિવાળી સુધી પહેરવાની હોય છે. જો માળા પહેરાવી ન શકાય તો બાળકોના ગળામાં ચાંદીની ચેન અથવા તો અહોઈ માતાને અર્પણ કરેલો સૂતરનો દોરો પણ બાંધી શકાય છે.

સાંજે તારાઓના ઉદય પછી જ પૂજા શરૂ થાય છે-
આ દિવસે સ્ત્રીઓ સાંજે દિવાલ પર અહોઈ માતાનું ચિત્ર બનાવવામાં આવે છે. થોડાક જ લોકો માર્કેટમાંથી અહોઈ માતાનું રંગીન ચિત્ર લગાવીને તેમની પૂજા કરવામાં આવે છે. અમુક મહિલાઓ પૂજા કરવા માટે ચાંદીની એક અહોઈ પણ બનાવતી હોય છે કે, જેને સ્યાહુ કહેવામાં આવે છે. જેમાં ચાંદીના બે મોતી પોરવીને ખાસ પૂજા કરાય છે.

આકાશમાં તારા ઉદય બાદ અહોઈ માતાની પૂજા શરૂ થઈ જાય છે. મૂર્તિ સામે એક વાટકીમાં ચોખા રાખીને અહોઈ માતાની વાર્તા કરવામાં આવે છે. સવારમાં પૂજા કરતી વખતે કળશમાં પાણી ભરવું જોઈએ. આ કળશ એ જ રાખવો કે, જેનો ઉપયોગ કરવા ચૌથમાં પણ કર્યો હોય. આજે સાંજે આ ચિત્રની પૂજા કરીને માતાને દૂધ, ચોખાનો ભોગ ધરાવવો તેમજ લોટાનું પાણી સંધ્યા સમયે અર્ધ્ય આપવું જોઈએ.

ચંદ્ર દર્શન પછી વ્રત પૂર્ણ થાય છે:
આજના દિવસે માતાઓ બાળકોના કલ્યાણ અર્થે અહોઈ માતાની પૂજા તેમજ વ્રત કરે છે. માતા, ખૂબ જ ઉત્સાહપૂર્વક અહોઈ માતાની પૂજા કરે છે અને પોતાના બાળકોની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય તથા મંગલમય જીવન માટે પ્રાર્થના કરતા હોય છે. ચંદ્રના દર્શન કરીને પૂજા કર્યા બાદ આ વ્રત પૂર્ણ કરવામાં આવે છે.

કૃષ્ણાષ્ટમી પણ કહેવાય છે:
આજનાં દિવસને કૃષ્ણાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજનાં દિવસે મથુરાના રાધા કુંડમાં કેટલાક લોકો તીર્થ સ્નાન માટે આવતા હોય છે. આ વ્રત ખાસ કરીને ઉત્તર ભારતમાં ઊજવવામાં આવે છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં આ વ્રત મહત્ત્વપૂર્ણ હોવાનું મનાય છે. આ વખતે આઠમ તિથિ બે દિવસ હોવાને લીધે 29 ઓક્ટોબરે આ વ્રત કરાશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…