પિતા ચલાવે છે ચા ની કીટલી અને દીકરો સૌથી અઘરી ગણાતી JEE ની પરીક્ષામાં દેશમાં લાવ્યો 57મો રેન્ક

486
Published on: 3:33 pm, Sat, 16 October 21

‘મંઝીલ ઉસિકો મિલતી હૈ જીસકે સપનો મે જાન હોતી હૈ, સિર્ફ પંખ હોને સે કુછ નહિ હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ’.  જી હા કહેવતને સાચી સાબિત કરી બતાવનાર જામજોધપુરના લિસન કડીવારએ JEE એડવાન્સની પરીક્ષામાં  ઓલ ઓવર ઈન્ડિયામાં 57મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.

લિસનના પિતા ચાની કીટલી ચલાવી રહ્યા છે. પોતે ફક્ત 12 ધોરણ પાસ હોવા છતાં દીકરાને ભણાવવાનું સપનું સાકાર થયું છે. લિસન પણ બોમ્બે IITમાં એડમિશન લેવાની ઈચ્છા ધરાવે છે. કોરોનાને લીધે મે માસમાં મોકૂફ રહેલ JEE એડવાન્સની પરીક્ષા ઓક્ટોબર માસમાં લેવામાં આવી હતી.

જેનું પરિણામ આજે જાહેર થયું છે ત્યારે ઓલ ઓવર ઇન્ડિયાના ટોપ 100માંથી ગુજરાતના 10 વિધાર્થીએ રેન્ક મેળવ્યો છે. વિધાર્થી નમન સોની છઠ્ઠો રેન્ક, અનંત કિડામબી 13 મો રેન્ક, પરમ શાહે 52 મો રેન્ક, લિસન કડીવારનો 57મો રેન્ક, પાર્થ પટેલનો 72 રેન્ક જ્યારે રાઘવ અજમેરા 93 મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

57મો રેન્ક મેળવનાર લિસનના પિતા દિપક કડીવાર જામજોધપુરમાં ચાની કીટલી ચલાવી રહ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતા લિસનના પરિણામથી પરિવારમાં આનંદ છવાયો છે. લિસન જણાવતા કહે છે કે, તે માતાપિતાથી દૂર અમદાવાદમાં રહે છે તેમજ પુના ઇન્ટરનેશનલ સ્ફુલમા અભ્યાસ કરી રહ્યો છે.

પહેલા તે PG માં રહેતો હોવાથી કોરોનાના લીધે તે તેના મામાના ઘરે રહેવા લાગ્યો હતો. મામા પોતે IT કંપનીમાં જોબ કરે છે કે, જેથી તેમના તરફથી ખુબ સારું માર્ગદર્શન અભ્યાસ માટે મળ્યું હતું. આ દિવસના 10 કલાકથી વધારે વાંચન કરતો હતો. હવે JEE એડવાન્સમાં રેન્ક મળ્યા પછી બોમ્બે IIT માં એડમિશન લેવાની ઈચ્છા ધરાવે છે.

લિસનના પિતા દિપક કડીવાર જામજોધપુરમાં ચાની કીટલી ચલાવી રહ્યા છે જયારે તેમની મોટી દીકરી પણ એન્જીયરિંગનો અભ્યાસ કરે છે. પોતે 12 પાસ હોવા છતાં બંને સંતાનોને 25 લાખ રૂપિયાની લોન લઈને પણ ભણાવ્યા છે. કોરોનાકાળમાં કોરોના થઈ જતા લિસનનો અભ્યાસ અટક્યો હતો એમ છતાં લિસનએ કરેલી મહેનત એળે ન ગઈ અને આખરે રેન્ક મેળવ્યો.

મહત્વની વાત તો એ છે કે, JEE એડવાન્સમાં અનંત કાદીમ્બિએ 13 મા સ્થાને આવ્યો છે અનંતે જેઇઇ મેઇન્સ પરીક્ષામાં પણ દેશમાં સૌપ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ વિદ્યાર્થીએ કહ્યું હતું કે, હાર્ડવર્ક ની સાથે-સાથે સ્માર્ટ વર્ક પણ જરૂરી છે. તેઓ દરરોજના 10 કલાકનું વાંચન તેમજ પ્લાનિંગ તૈયારી કરવામાં આવે તો સરળતાથી પરીક્ષામાં સારા ગુણે પાસ થઈ શકાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…