BRTS બસ અને એક્ટિવા વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ઘટના સ્થળે જ થયું ‘એક્ટિવા ચાલકનું કરુણ મોત’

451
Published on: 10:54 am, Wed, 14 July 21

BRTS ઘણી વખત નિર્દોષ લોકોને અડફેટે લઈ લે છે, આવા અકસ્માત ઘણી વખત બને છે. અમદાવાદમાં ફરી એકવાર BRTS બસ બેફામ બની છે. આજે સવારે અમદાવાદમાં BRTS બસની ટક્કરે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. BRTS બસે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી, આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે શાસ્ત્રીનગર પાસે આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે એક મોટી દુર્ઘટના બની છે,

132 રીંગ રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલી BRTS બસ ચાલકે એક્ટિવા ચાલકને ભીષણ ટક્કર મારી હતી, જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ રસ્તા વચ્ચે ધારણાં કર્યા હતા, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર નહીં કરે તેવી માંગ કરી હતી.

પરંતુ પોલીસની સમજાવટ બાદ પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો હતો. ત્યારબાદ ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે. સમગ્ર ઘટનાના પગલે રસ્તા પર મોટી સંખ્યા ભેગી થઈ ગઈ હતી. બીજી બાજુ આ દુર્ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ સતર્ક થઈને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં ભોગ બનેલા જલુભાઈ દેસાઈ વિશે મળતી માહિતી પ્રમાણે તેઓ ચાણકયપુરી વિસ્તારમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા.

જલુભાઈ વ્યવસાયે છાપા વિતરણનું કામ કરે છે, આજે પણ પોતાના નિયત કામ મુજબ વહેલી સવારે છાપા નાખવા ગયા હતા, જ્યાં વહેલી સવારે 6.30ની આસપાસ એક્ટિવા લઈને ઘરે પરત ફરતાં હતા ત્યારે પલ્લવ ચાર રસ્તા પાસે રોગ સાઈડમાં આવેલા BRTS ઇલેક્ટ્રિક બસ ચાલકે ટક્કર મારી હતી. જેથી જલુભાઈ નીચે પટકાયા હતા. રસ્તા વચ્ચે ગંભીર રીતે પટકાતા લોહીના ખાબોચિયા ભરાયું હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…